News Updates
NATIONAL

16 વર્ષના બાળકનો જીવ લીધો ઓનલાઈન ગેમે: 14મા માળેથી છલાંગ લગાવી,’લોગ ઓફ’ સુસાઈડ નોટમાં લખ્યું

Spread the love

શું તમને બ્લુ વ્હેલ ગેમ યાદ છે… જેમાં ટાસ્ક દ્વારા ખેલાડીને આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવતા હતા? જો કે આ ગેમ 2017થી દેશમાં પ્રતિબંધિત છે, પરંતુ આવી જ બીજી ગેમ સામે આવી છે. આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે. અહીં 10મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે 14મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે, જેના પર તેના એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે. આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે. આટલું જ નહીં, તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ ગેમ અંગે તપાસ શરૂ કરી છે. ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની ત્રણ ડિઝાઇન મળી આવી હતી. એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે.

આત્મહત્યા કરનાર કિશોરના લેપટોપનો પાસવર્ડ હજુ પણ માતા-પિતા અને પોલીસને ખબર નથી. તેથી તપાસમાં પિંપરી-ચિંચવડ પોલીસ સમક્ષ મોટો પડકાર એ છે કે કિશોરે કઈ ગેમ રમીને આત્મહત્યા કરી? કિશોરની આત્મહત્યાની તપાસ માટે પોલીસ સાયબર નિષ્ણાતોની મદદ લેશે. ડીસીપી સ્વપ્ના ગોરે વાલીઓને અપીલ કરી છે કે તેઓ તેમના બાળકોના મોબાઈલ લેપટોપ પર નજર રાખે જેથી આવી દુર્ઘટનાને ટાળી શકાય.

કિશોરની માતાએ કહ્યું, ‘છેલ્લા છ મહિનામાં પુત્ર ઘણો બદલાઈ ગયો હતો. તે આક્રમક બની રહ્યો હતો. એક માતા હોવાને કારણે મને પણ તેની સામે જવામાં ડર લાગતો હતો. આ ગેમના ચક્કરમાંથી બહાર લાવવા માટે ઘણો પ્રયાસ કર્યો. હું તેની પાસેથી લેપટોપ લઈ લેતી હતી, પણ તે મારી પાસેથી લેપટોપ છીનવી લેતો હતો. તે એટલો બદલાઈ ગયો છે કે તે આગથી પણ ડરતો નહોતો. તે છરી માંગતો હતો. તે પહેલા આવો નહોતો. તે તેના લેપટોપની હિસ્ટ્રી ડિલિટ કરી નાંખતો હતો.

આ ઘટના 26 જુલાઈની રાત્રે પુણેના પિંપરી ચિંચવાડના કિવલે વિસ્તારમાં બની હતી. અહીં 15 વર્ષનો ઉમેશ શ્રીરાવ તેની માતા અને નાના ભાઈ સાથે રહેતો હતો. પિતા નાઈજીરીયામાં જોબ કરે છે. માતા એન્જિનિયર હોવાની સાથે ગૃહિણી પણ છે. માતાએ પોલીસને જણાવ્યું કે પુત્રને 6 મહિનાથી ગેમ્સની ટેવ પડી ગઈ હતી. તે ખાવા-પીવાનું ભૂલીને કલાકો સુધી પોતાને રૂમમાં જ બંધ રહેતો હતો. એકલા- એકલા વાતો કરતો હતો.

થોડા દિવસ પહેલા આ ગેમના ટાસ્કમાં તે છરીથી રમી રહ્યો હતો. 25મી જુલાઈએ આખો દિવસ રૂમમાં બંધ રહ્યો. જમવા માટે બહાર આવ્યો અને પછી અંદર ગયો. નાના દીકરાને તાવ હતો એટલે હું તેની સાથે હતી. મધરાત થઈ ગઈ હતી જ્યારે સોસાયટીના વોટ્સએપ ગ્રુપ પર મેસેજ આવ્યો – એક બાળક બિલ્ડિંગ પરથી પડી ગયો છે. મેસેજ વાંચીને હું રૂમમાં ગઈ ને જોયું તો ઉમેશ ત્યાં નહોતો. પછી નીચે દોડી ગઈ અને ઉમેશને પાર્કિંગમાં લોહીથી લથપથ પડેલો જોયો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

ભારતમાં બ્લુ વ્હેલ ગેમનો પહેલો શિકાર મનપ્રીત સિંહ સાહની હતો, જે જુલાઈ 2017માં મુંબઈનો 14 વર્ષનો સ્કૂલનો વિદ્યાર્થી હતો. ત્યારબાદ મનપ્રીતે સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 2019માં બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર, આ ગેમના કારણે રશિયા, યુક્રેન, ભારત અને અમેરિકામાં 100થી વધુ બાળકોના મોત થયા હતા.


Spread the love

Related posts

ચા પીવા ઉતરેલો ડ્રાઈવર હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો અને બસ ખાઈમાં ખાબકી!

Team News Updates

કોંગ્રેસ પર ભષ્ટાચારના આરોપને લઈને કપિલ સિબ્બલે ચૂંટણી પંચને કર્યો સવાલ, કહ્યું- PMને સવાલ કરવાની હિમ્મત નથી?

Team News Updates

 160 કિલોમીટરની હશે ઝડપ,અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે વધુ એક વંદેભારત 

Team News Updates