News Updates
SURAT

SURAT:સુરત મહાનગરપાલિકા બનાવતી ‘કાળું સોનું’ :ધાર્મિક સ્થળોએથી ફૂલો-હાર સહિતનો હજારો કિલો વેસ્ટ એકઠો કરી પ્લાન્ટમાં લઈ જવાય છે; અળસિયાના મળમાંથી બને છે ખાસ ખાતર

Spread the love

મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિતના ધાર્મિક સ્થળ પર જ્યારે આપ ભગવાનને ફુલહાર અર્પણ કરો છો ત્યારે વિચાર્યું છે કે આ ફૂલો અને હારને ભગવાનની પ્રતિમાથી કાઢ્યા બાદ શું થાય છે? લોકોને લાગતું હશે કે, આ કચરામાં મોકલવામાં આવતું હશે. પરંતુ જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ભગવાનને જે હાર- ફૂલ અર્પણ કરવામાં આવ્યું છે, તેના વેસ્ટમાંથી કાળું સોનું બનાવી રહી છે. આ વેસ્ટ ખેડૂતના મિત્ર ગળાતા અળસિયાને આપવામાં આવે છે. ત્યારબાદ તેના મળથી એક એવું ખાતર બને છે, જેને લોકો કાળું સોનું કહે છે.

સુરત મહાનગરપાલિકા શહેરના અલગ-અલગ મંદિર, દરગાહ, જૈન દેરાસર, ફ્લાવર માર્કેટ સહિત ધાર્મિક સ્થળોથી વેસ્ટ હારો અને ફુલો એકત્ર કરી પ્લાન્ટમાં લઈ જાય છે. આ મનપાના પ્લાન્ટમાં ધાર્મિક સ્થાનોથી આવનારા વેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવે છે. હાલ શ્રાવણ માસ ચાલતો હોવાથી આ પ્લાન્ટમાં હાર, ફૂલ સહિતની વેસ્ટની આવકની સંખ્યામાં ધરખમ વધારો નોંધાય છે. દૈનિક કરતા બે ગણું વેસ્ટ શ્રાવણ માસમાં આવી રહ્યું છે.

સુરતના બે પ્લાન્ટ એવા છે કે, જે રોજે ધાર્મિક સ્થળોથી આવતા વેસ્ટમાંથી બેસ્ટ ખાતર બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્લાન્ટમાં જે સીઝન અને પર્વ પ્રમાણે 400થી લઈને 700 કિલો હાર- ફુલ સહિતના વેસ્ટ આવે છે. પરંતુ જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ જાય ત્યારે આ વેસ્ટ બે ગણું થઈ જાય છે. શિવ મંદિરોમાંથી જે હાર-ફુલ આવે છે, તેના કારણે આ પ્લાન્ટમાં આવનાર વેસ્ટ 1000 કિલોથી પણ વધુ નોંધાય છે. આટલી મોટી સંખ્યામાં જ્યારે માત્ર હાર-ફૂલના વેસ્ટ આવે ત્યારે તેને સંપૂર્ણ પ્રક્રિયાથી અલગ કરીને તેનો ઉપયોગી ખાતર બનાવવા માટે કરવામાં આવે છે. જ્યારથી આ ફૂલ-હાર પ્લાન્ટમાં આવે છે, ત્યારથી ખાતર બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયામાં લગભગ 70 દિવસ લાગે છે.

ફુલ માર્કેટ, મંદિર, દરગાહ, જૈન દેરાસર સહિત ધાર્મિક સ્થળોથી જે પણ ફૂલ અથવા તો વેસ્ટ આવે છે, તેને અલગ કરીને તેને સડાવીને અળસિયાને આપવામાં આવે છે. આ સડેલો મંદિરનો વેસ્ટ અળસિયા ખાય છે અને તેના મળથી કાળું સોનુ ઉત્પન્ન થાય છે. આ ખાતરનું કામ કરે છે ધરતીની કેપિસિટીને વધારવાનું, પાકને સારું ઉત્પાદન આપવાનું, જો ઉદ્યાનમાં આનો ઉપયોગ કરવાથી સારા છોડ થાય છે. આ ખાતર ધરતીને નરમ બનાવવાનું કાર્ય કરે છે, જેના કારણે તેની પાણી શોષવાની ક્ષમતા વધે છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં પણ એક સારી ફાઈટ આપી શકીએ છે.

આ પ્લાન્ટમાં જેટલો પણ વેસ્ટ આવે છે, તેનાથી 30થી 40 ટકા ખાતર બને છે. જ્યારે આખી પ્રક્રિયા બાદ આ ખાતર બનીને તૈયાર થઈ જાય છે, ત્યારે તેને સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા અલગ-અલગ ગાર્ડનમાં મોકલવામાં આવે છે. આ જ કારણ છે કે, સુરત મહાનગરપાલિકાના તમામ ગાર્ડનમાં છોડ ખૂબ જ લીલા અને વધુ સજીવ દેખાય છે.

આ અંગે વર્મી કમ્પોસ્ટિંગ પ્લાન્ટ ઇન્ચાર્જ સેનિટરી સબ ઇન્સ્પેક્ટર નિતીન પટેલે જણાવ્યું હતું કે, શહેરના ફૂલોના કચરામાંથી ધરતીનું કાળુ સોનુ કહેવાતું એવા અળસિયાના ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. આ અલગ-અલગ મંદિર, દેરાસરોમાંથી કલેક્શન કરીને અહીંયા લાવીને એમાંથી નકામા કચરાને બહાર કાઢી સેક્રિકેશન કર્યા બાદ આ ખાતરનું ઉત્પાદન કરીએ છીએ. જનરલી આપણે ત્યાં રોજબરોજ 400થી 700 કિલો વેસ્ટની આવક હોય છે, પરંતુ શ્રાવણ માસ અંતર્ગત રોજ 1000 કિલો એટલે એક ટન કચરો આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફૂલોનો કચરો અહીં લાવીને એનો સેગ્રિગેશન કરી ગાયના છાણ સાથે મિક્સ કરી પ્રિ-કમ્પોસ્ટિંગ કામગીરીમાં 30થી 35 દિવસ રાખવામાં આવે છે. ત્યાર પછી વર્મી કમ્પોસ્ટિંગ કામગીરીમાં 30થી 35 દિવસ રાખવામાં આવે છે. એટલે વેસ્ટ આવ્યા પછી લગભગ 70 દિવસમાં સમય ગાળો હોય છે. જે બાદ ખાતર તૈયાર થઈ જાય છે.


Spread the love

Related posts

SURAT:તાત્કાલિક ડ્રેજિંગ કરાવવાની માગ,સુરતના પુણાગામની ખાડીના કચરાના કારણે રોગચાળો ફેલાવાની દહેશત

Team News Updates

શ્રીજીનું દબદબાભેર આગમન:સુરતમાં મોડીરાત્રે ઢોલ-નગારાં અને ડીજેના તાલે ગણપતિ બાપાને લવાયા; લાઇટિંગ સાથે અલગ-અલગ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું

Team News Updates

પોલીસે બાળકીના હાથે પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા:સુરતમાં માતાનું કોરોનાથી મોત થયું, પિતાએ આપઘાત કરી લીઘો; દીકરાને દંપતીએ દત્તક લીધો પણ દીકરી નોંધારી બની

Team News Updates