News Updates
NATIONAL

સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો; ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો,કોર્ટ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે

Spread the love

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સ્ટોર કરવી અને જોવી એ POCSO અને IT એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પાદરીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના એ નિર્ણયને ફગાવી દીધો હતો, જેમાં HCએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરે છે અને જુએ છે, તો તે ગુનો નથી, જ્યાં સુધી તેનો ઈરાદો આ પ્રસાર કરવાનો ન હોય.

જસ્ટિસ જેબી પાદરીવાલાએ પોતાના નિર્ણયમાં સંસદને સૂચનો પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના બદલે ‘ચાઈલ્ડ સેક્સ્યૂઅલ એક્સપ્લોઈટેટિવ એન્ડ અબ્યુસિવ મટિરિયલ’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને આ માટે વટહુકમ લાવીને ફેરફાર કરવા જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કોર્ટ્સને “ચાઈલ્ડ પોર્નોગ્રાફી” શબ્દનો ઉપયોગ ન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

અગાઉ, 13 સપ્ટેમ્બર 2023ના રોજ એક કેસની સુનાવણી કરતી વખતે, કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ અશ્લીલ ફોટા અથવા વીડિયો ખાનગી રીતે જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે.

પહેલા કેરળ હાઈકોર્ટમાં અને પછી મદ્રાસ હાઈકોર્ટમાં તેના આધારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યા પછી, એક NGOએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 12 ઓગસ્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કેરળ હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું અને જોવું POCSO કાયદા અને IT એક્ટ હેઠળ ગુનો નથી.

  • ઓનલાઈન પોર્ન જોવું ભારતમાં ગેરકાયદે નથી, પરંતુ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 પોર્ન વીડિયોના નિર્માણ, પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે.
  • ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000ની કલમ 67 અને 67Aમાં આવા ગુના કરનારાઓને 3 વર્ષની જેલની સાથે 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે.
  • આ સિવાય આને લગતા ગુનાઓને રોકવા માટે IPCની કલમ 292, 293, 500, 506માં કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કિસ્સામાં POCSO કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

2026 સુધીમાં મોબાઈલ ફોન યુઝર્સની સંખ્યા 120 કરોડ સુધી પહોંચવાની આશા છે. એટલું જ નહીં, વિશ્વની ટોચની વેબસાઈટ ‘પોર્ન હબ’ એ જણાવ્યું હતું કે એક ભારતીય પોર્ન વેબસાઈટ પર એક સમયે સરેરાશ 8 મિનિટ 39 સેકન્ડ વિતાવે છે. આટલું જ નહીં, પોર્ન જોનારા યુઝર્સમાંથી 44% 18થી 24 વર્ષની ઉંમરના છે, જ્યારે 41% યુઝર્સ 25થી 34 વર્ષની ઉંમરના છે.

ગૂગલે 2021માં એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ પોર્ન જોવાના મામલે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. એ જ સમયે પોર્ન હબ વેબસાઇટ અનુસાર આ વેબસાઇટના વપરાશકર્તાઓમાં ભારતીયો ત્રીજા સ્થાને છે.


Spread the love

Related posts

નૂહમાં રસ્તાઓ પર ભડકે બળતી ગાડીઓ, તૂટેલી કારમાં લટકતી વર્દી; તોફાનીઓએ પોલીસ સ્ટેશન પણ ફુંકી માર્યું

Team News Updates

વિદેશથી આવતા મુસ્લિમો CAA થી નહીં, આ 4 રીતે મેળવી શકે છે ભારતીય નાગરિકતા

Team News Updates

944 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારે તમિલનાડુને મદદ કરી:સીએમ સ્ટાલિને ફેંગલ વાવાઝોડાથી નુકશાન મામલે કેન્દ્ર પાસેથી 2,000 કરોડ રૂપિયાની માંગણી કરી હતી

Team News Updates