News Updates
ENTERTAINMENT

 ગિનિસ બુકમાં નોંધાયું સાઉથ સ્ટાર ચિરંજીવી નું નામ:45 વર્ષની કારકિર્દીમાં 156 ફિલ્મો, 537 ગીતો, 24,000 થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા

Spread the love

સાઉથના સુપરસ્ટાર ચિંરંજીવી કોનિડેલાએ પાતાના ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે. તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તેમણે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફર સ્ટારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ તેમણે આ સન્માન આપ્યું છે.તેની સાથે બોલિવુડ સ્ટાર આમિર ખાન પણ સ્ટેજ હતો. તેમણે 45 વર્ષના કરિયરમાં 156 ફિલ્મોમાં 537 ગીતમાં 24,000થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે.

ચિંરજીવીને મળેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડના સર્ટિફિકેટ પર લખ્યું છે. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અભિનેતા, ડાન્સર અને મેગા સ્ટાર આ સન્માન પર અભિનેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું તેમને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ક્યારે પણ આશા ન હતી.

પવન કલ્યાણના ભાઈ અને ચાહકો વચ્ચે મેગાસ્ટારના નામથી મશહુર ચિરંજીવી ચાહકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.પવન કલ્યાણે કહ્યું કે, “મુશ્કેલીભર્યા સંજોગો વચ્ચે આ સમાચાર ખૂબ જ મધુર અને સુખદ છે. મેં તેને અભિનંદન આપ્યા. રેકોર્ડ બહુ મોટી વાત છે,

ચિંરજીવીનો ભાઈ પણ સાઉથનો મોટો સ્ટાર છે. તેમને પાવર સ્ટાર નામથી બોલાવવામાં આવે છે. ચાહકોને તેમની ફિલ્મો ખુબ ગમે છે. તે રાજનીતિમાં પણ સક્રિય છે. તે હાલમાં આંઘ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પણ છે.


Spread the love

Related posts

ઈમરાન હાશ્મીએ સાઉથના ફિલ્મ મેકર્સના ભરપેટ વખાણ કર્યા:કહ્યું, ‘તેઓ આપણાં કરતાં વધુ શિસ્તબદ્ધ છે, બોલિવૂડમાં ખોટી બાબતોમાં પૈસા વેડફવામાં આવે છે’

Team News Updates

ચાલતી ટ્રેનને જોઈને લોકો થિયેટરમાંથી ભાગ્યા હતા:એક ટિકિટ એક તોલા સોનાના ભાવમાં વેચાઈ, આ રીતે ભારતમાં પહેલી ફિલ્મનું થયું હતું સ્ક્રીનિંગ

Team News Updates

પ્રિયંકા ચોપરાની કઝિન મીરા ચોપરાએ લગ્ન કર્યા, જયપુરમાં લીધા સાત ફેરા

Team News Updates