News Updates
AHMEDABAD

22 વર્ષે દીકરાએ પિતાની મોતનું વેર વાળ્યું:પિતાના હત્યારા પર ગાડી ચડાવી દીધી; રાજસ્થાનથી બોલેરો કારમાં અમદાવાદ આવ્યો,હત્યાને અકસ્માતમાં ખપાવવા કારસ્તાન

Spread the love

પિતાની હત્યાનો બદલો યુવકે 22 વર્ષે લીધો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના યુવકે પિતાની હત્યા કરનાર વૃદ્ધને અમદાવાદમાં અકસ્માત કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ખુલાસો થયો છે. સોમવારે બોડકદેવ વિસ્તારમાં જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે 60 વર્ષીય વૃદ્ધ સાઇકલ લઇને પસાર થતાં હતા ત્યારે પોલીસ બોલેરો કારચાલકે ટક્કર મારી તેમનું મોત નીપજાવ્યું હતું. જોકે, આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી હતી. કારચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાની પણ આ રીતે જ જીપથી ટક્કર મારીને હત્યા કરી હતી. જેથી, બદલો લેવા એ જ રીતે અકસ્માત સર્જી નખતસિંહને મોતને ઘાટ ઉતાર્યા હતા.

મળતી માહિતી મુજબ 1 ઓક્ટોબરના રોજ બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઇટેનિયમ સ્ક્વેર ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઇકલ લઇને પસાર થતા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં તખતસિંહનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે ગોપાલસિંહ હરીસિંહ ભાટી (ઉ.વ.30) (રહે. રાજપૂત વાસ, ગામ- અજાસર, તા- પોખરણ, જિ- જૈસલમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો કાર નખતસિંહને મારી નાખવાના ઇરાદે પૂરઝડપે ચલાવી સાઇકલને પાછળથી ટક્કર મારી ઉપર ચડાવી દીધી હતી. જોકે, પોલીસે આ મામલે મૃતક તખતસિંહ અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જુની અદાવતને લઇ આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું.

વર્ષ 2002માં મૃતક નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ખુશાલસિંહ ભાટીનું તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી. જેની જુની અદાવત ચાલતી હોવાથી હત્યાના ઇરાદાથી આયોજન પૂર્વક આ અકસ્માત કર્યો હતો. આરોપી વિરૂદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને અગાઉની વધુ તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.

આ હત્યા કરવાનું પૂર્વ આયોજિત કાવતરું હોવાથી પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભારતીય નાગરિક સંહિતાની કલમ-103 ઉમેરવા માટે અરજી કરી હતી. જે IPCની કલમ 302 એટલે કે હત્યાની કલમ ગણાય છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એમ.એસ.શેખની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી સામે ભારતીય ન્યાય સહીતાની કલમ 103 ઉમેરવા મંજૂરી આપી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી અને મરણ જનાર વચ્ચે અગાઉની અદાવત લઈને આ ઘટના બની હોવાનું પ્રથમદર્શી રીતે દેખાય છે તેમજ આરોપી પહેલેથી જ બનાવના સ્થળે હાજર હતો.


Spread the love

Related posts

ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા

Team News Updates

શિક્ષણલક્ષી બે યોજનાનો CM હસ્તે પ્રારંભ:ધો. 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને રૂ. 50 હજાર, તો ધો. 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂ.25 હજારની સહાય ચૂકવાશે

Team News Updates

UNITED 18ના કાપડના ગોડાઉન ભડકે બળ્યું અમદાવાદના ચાંદખેડામાં ,ફાયરની 9 ગાડી દોડી ગઈ

Team News Updates