જુનાગઢ વડાલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ગઈકાલે મૂડી રાત્રે ત્રણ મોબાઈલ અને એક સ્વાઇપ મશીન ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમાં બે અજાણ્યા ઇસમો હાથમાં રમકડાની બંદૂક લઇ પેટ્રોલ પંપમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાંથી ત્રણ મોબાઇલ અને મશીન ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કે થયા છે. આ સમગ્ર મામલે પેટ્રોલ પંપ પર ચોરી થયાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સીસીટીવી કેમેરામાં ચોરી કરતા દેખાતા બંને અજાણ્યા ઇસમો ને ઓળખવા સાવજ એપ્લિકેશન ની મદદ લેવામાં આવી છે. તો બીજી તરફ બંને ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતીમાન કરાયા છે.
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ વડાલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં બે અજાણ્યા ઈસમો રમકડાની બંદૂક લઈ સીસીટીવી માં ફરતા દેખાય છે. આ બંને ઈસમોએ પેટ્રોલ પંપ પર આવી ટેબલના ખાનામાંથી ત્રણ મોબાઇલ તેમજ એક સ્વાઇપ મશીનની ચોરી કરી હતી. ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેને લઇ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી કરનાર બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ જુનાગઢ પોલીસ દ્વારા સાવજ એપ્લિકેશન માં જે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે તેવા ઇસમોના ચહેરા ઓળખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ પર મોબાઈલ અને સ્વાઈપ મશીનની ચોરી કરનાર બંને અજાણ્યા ઇસમોને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.