બોલિવુડ સ્ટાર સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ એક મોંઘી પ્રોપર્ટી ખરીદી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કપલે મુંબઈમાં એક મ્યુઝિક સ્ટોર પોતાને નામ કરવા જઈ રહ્યા છે.
સોનમ કપૂર ભલે ફિલ્મોથી દુર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે. સોનમ કપુરે રેટ્રો 1940ના મ્યુઝિક સ્ટોરની માલિક બની ગઈ છે. અભિનેત્રી અને તેના પતિ આનંદ આહુજાએ સાથે મળી સોનમ અને આનંદની કંપની ભાને ગ્રુપએ આ પ્રોપર્ટી ખરીદી છે. આ મ્યુઝિક સ્ટોર કલા પ્રેમીઓના દિલની ખુબ નજીક છે. અંદાજે 3,600 સ્કવેર ફુટમાં રિધમ હાઉસ બનેલું છે.ઐતિહાસિક મ્યુઝિક સ્ટોર રિધમ હાઉસ ખરીદી લીધું છે.
સોનમ કપુર હાલમાં મોટા પડદાંથી દુર છે.પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. સોનમ કપુરે પતિ આનંદ આહુજાની સાથે મળીને 47.84 કરોડ રુપિયામાં મુંબઈનો મશહુર મ્યુઝિક રિધમ હાઉસ ખરીદી લીધું છે.
સોનમ અને આનંદની કંપની ભાને ગ્રુપએ આ પ્રોપર્ટી ખરીદી છે. આ મ્યુઝિક સ્ટોર કલા પ્રેમીઓના દિલની ખુબ નજીક છે. અંદાજે 3,600 સ્કવેર ફુટમાં રિધમ હાઉસ બનેલું છે.
રિધમ હાઉસને વર્ષ 2018માં બંધ કરી દેવામાં આવ્યું હતુ. ત્યારે મ્યુઝિક સ્ટોર ચલાવનાર ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના માલિક નીરવ મોદીએ અરબો ડોલરની બેંક લોનમાં ડિફોલ્ટ કર્યું હતું.
નીરવ મોદીએ 2017માં કરમલી પરિવાર પાસેથી રિધમ હાઉસ ખરીદ્યું હતુ પરંતુ ત્યારબાદ તેના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા હતા. હવે 2024માં આનંદ આહુજાના પિતા હરીશ આહુજાની શાહી એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડે ફેશન લેબલે આ હાઉસ ખરીદ્યું છે. ભાને ગ્રુપ પહેલાથી જ રિટેલ સેક્ટરમાં એક્ટિવ છે અને ભારતમાં નાઈકી સ્ટોરનું સંચાલન કરે છે.