અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે રોડની કામગીરી દરમિયાન CNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઓઢવ સ્ટેશન ગાડી તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સ્થાનિક અને ફાયરબ્રિગેડના સૂત્રો મૂજબ CNG ગેસની પાઈપલાઈન પસાર થાય છે જેમાં રોડની કામગીરી દરમિયાન લાઈન તૂટી હતી અને આગ લાગી હતી. બે દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદના નારોલ-નરોડા રોડ પર ઠક્કરબાપાનગર બ્રિજ પાસે ડ્રેનેજ રિપેરિંગની કામગીરી દરમિયાન CNG-PNG ગેસની પાઈપલાઈનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઓઢવ સ્ટેશન ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ગેસ લીકેજ થતાની સાથે જ પાનનો ગલ્લો બાજુમાં હતો ત્યારે ત્યાં સિગારેટ કે અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે આગ શરૂ થઈ ગઈ હતી.
સ્થાનિક અને ફાયરબ્રિગેડના સૂત્રો મૂજબ ઠક્કરબાપાનગર બ્રિજની નીચેના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. ત્યાં બાજુમાંથી CNG-PNG ગેસની પાઈપલાઈન પસાર થતી હતી જે અંગે જાણ નહોતી અને જે ગેસની પાઈપલાઈન હતી તેમાં કાણું પડ્યું હતું. ખૂબ પ્રેશરથી ગેસ પસાર થતો હતો જે લીકેજ થયો હતો. આ ગેસ લાઈનની નજીકમાં જ પાનનો ગલ્લો અને સેન્ડવીચની દુકાન આવેલી છે. જેથી કોઈ સિગારેટ અથવા તો જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં ગેસ આવતાની સાથે જ આગની જ્વાળાઓ શરૂ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નરોડા અને ઓઢવ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી
ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આગ તુરંત જ શરૂ થતાની સાથે પાનના ગલ્લા અને સેન્ડવીચની દુકાન પાસે રહેલા વિવેક ચૌહાણ અને વિજયભાઈ નામના વ્યક્તિના હાથ અને શરીર સુધી જ્વાળાઓ આવી ગઈ હતી. જેના કારણે સામાન્ય તેઓ દાઝી ગયા હતા. ટ્રાફિક બીટ પર હાજર રહેલા પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. સેન્ડવીચ અને પાનના ગલ્લાની દુકાનમાં આગ વધારે ન ફેલાય તેના માટે સેન્ડવીચના ગલ્લામાં રહેલા બે જેટલા ગેસના બાટલા પણ ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બહાર કાઢી લીધા હતા. આગ લાગી ત્યારે પાનના ગલ્લામાં રોજનો વકરો 1.50 લાખ જેટલો હતો. વકરાની 1 લાખ જેટલી રકમ ફાયરબ્રિગેડના જવાનોએ બચાવી અને માલિકને પરત આપી હતી.