News Updates
VADODARA

 વડોદરા ની IOCL રિફાઇનરીમાં ભીષણ આગ  ,ધુમાડાના ગોટેગોટા દેખાયા 6 કિમી દૂર સુધી

Spread the love

વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયતનો કરી રહ્યા છે, જોકે પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

જોકે IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.


Spread the love

Related posts

વડોદરામાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડીરાત્રે વિકરાળ આગ લાગી, 5 કિમી દૂર જ્વાળાઓ દેખાઇ, સ્ટાફમાં અફરાતફરી મચી

Team News Updates

Vadodara:ટિકિટના દરોમાં ભાવ વધારો લાગુ,આજથી સિટી બસની સવારી બની મોંઘી

Team News Updates

ઈન્ડિયા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો;100થી વધુ શ્લોક કડકડાટ બોલે છે 5 વર્ષની બાળકી,શ્રી કૃષ્ણાષ્ટકમના 9 શ્લોક 2.49 મિનિટમાં બોલી,માતાએ કહ્યું- બાળકોને મોબાઈલ નહીં સંસ્કૃતિનું નોલેજ આપો

Team News Updates