News Updates
INTERNATIONAL

લાશ જ લાશ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ;35નાં મોત, 43 ઘાયલ;છૂટાછેડાથી નારાજ વૃદ્ધે લોકોને કચડ્યા

Spread the love

ચીનના ઝુહાઈ શહેરમાં સોમવારે રાત્રે 62 વર્ષના એક વ્યક્તિએ કાર વડે અનેક લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે, જ્યારે 43 લોકો ગંભીર રીતે ઘાયલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફેન નામનો આરોપી છૂટાછેડા પછી મિલકતની વહેંચણીને લઈને તેની પત્નીથી નારાજ હતો.

આ ઘટના સ્પોર્ટ્સ સેન્ટર પાસે બની હતી, જ્યાં લોકો કસરત કરવા માટે આવ્યા હતા. તે હુમલો હતો કે અકસ્માત હતો તે હજુ સ્પષ્ટ થયું નથી.

કારમાં ચાકુ સાથે ફેન ઝડપાયો હતો. તેના ગળા પર પોતાને નુકસાન પહોંચાડ્યાના નિશાન હતા. જ્યારે તેને પકડવામાં આવ્યો ત્યારે તે બેભાન હતો, હાલ તેની સારવાર ચાલી રહી છે.

મંગળવારે ઝુહાઈમાં આર્મી એક્ઝિબિશનનું આયોજન થવાનું હતું. જેના કારણે ચીનની સરકારે લોકોના મોતના સમાચારને સેન્સર કર્યા હતા. સમાચાર એજન્સી એપીના અહેવાલ મુજબ, મંગળવારે સવારે ચીની મીડિયામાંથી આ સમાચાર સાથે જોડાયેલા ઘણા લેખો હટાવી દેવામાં આવ્યા હતા.

આ સિવાય જે લેખો પ્રકાશિત થયા હતા તે ફોટા અને વીડિયો વગર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જોકે, આ ઘટના સાથે જોડાયેલા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયા હતા. આને યંગ લી નામના યુઝરે પોસ્ટ કર્યા હતા.

આ વીડિયોમાં ઘણા લોકો રસ્તા પર ઘાયલ થયેલા જોવા મળ્યા હતા.

ચીનમાં લોકો પર હુમલાની આવી ઘટનાઓ પહેલા પણ સામે આવી ચુકી છે. ઓક્ટોબરમાં રાજધાની બેઇજિંગમાં એક વ્યક્તિએ એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલા માટે 50 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ સિવાય સપ્ટેમ્બરમાં પણ આવી જ એક ઘટના બની હતી. ચીનના બંદર શહેર શાંઘાઈમાં એક સુપરમાર્કેટમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુ વડે હુમલો કર્યો. આ હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા.


Spread the love

Related posts

સાઉદીના સૌથી મોટા શહેર જેદ્દાહમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો કયા ? 

Team News Updates

આંતરરાષ્ટ્રીય મુસાફરી વખતે વિમાનમાં બાળકનો જન્મ થાય તો ક્યાંની નાગરિકતા મળશે?

Team News Updates

10 લોકોના મોત, હજારો બેઘર…પૂર અને વરસાદે ઈન્ડોનેશિયામાં વિનાશ વેર્યો

Team News Updates