News Updates
AHMEDABAD

આરોપી શૈલેષ ભટ્ટના જામીન ફગાવાયા કરોડોના બિટકોઇનકાંડના:14 કરોડથી વધુ આંગડિયાથી મેળવ્યાનો પર્દાફાશ, બે વ્યક્તિનું અપહરણ પણ કર્યું હતું

Spread the love

બિટકોઇનનું ચલણ વિશ્વમાં વધતું જાય છે. આ બિટકોઇન મારફત જ લેવડદેવડ જ નહીં, હવાલા પણ પડવા લાગ્યા છે, જેથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આવા હવાલા પર બાજનજર રાખવામાં આવે છે. બિટકોઇનને લગતા કેસો પર પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. આવા જ એક કેસમાં ચર્ચામાં આવેલા શૈલેષ ભટ્ટની પૂછપરછ બાદ ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ચર્ચાસ્પદ બનેલા કેસમાં ઝડપાયેલા શૈલેષ ભટ્ટની અમદાવાદ ગ્રામ્યની ખાસ અદાલત દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

ચકચારભર્યા બિટ કનેક્ટ કંપનીએ નફાની લાલચ આપીને જાહેર જનતા પાસેથી મોટી રકમ ઊઘરાવી હતી. એમાં શૈલેષ ભટ્ટે પણ રોકાણ કર્યું હોવાથી તેની રકમ પણ ડૂબી ગઇ હતી, જેથી તેણે પોતાની રકમ વસૂલવા માટે બિટ કનેક્ટ કંપની સાથે સંકળાયેલા ધવલ માવાણી અને પીયૂષ સાવલિયાનું અપહરણ કરીને હાલ બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા 2091 બિટકોઇન અને 11 હજાર લાઇટ કોઇન વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ઉપરાંત 14.5 કરોડ મેસર્સ પી. ઉમેશ ચંદ્ર એન્ડ સન્સ, સુરતમાં આંગડિયા મારફત મેળવ્યા હતા અને આ નાણાંનું રોકાણ સુરતમાં જમીનો તથા બિલ્ડરોમાં કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. આ હકીકતોને ધ્યાનમાં લઇને ઇ.ડી.એ શૈલેષ ભટ્ટનાં ચાર વખત નિવેદન લીધાં હતાં, જેમાં 13મી ઓગસ્ટના રોજ નિવેદન લેવા બોલાવ્યા હતા અને પુરાવા હાથ લાગતાં ઇ.ડી.ના અધિકારીઓએ શૈલેષ ભટ્ટની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટના હુકમથી જેલહવાલે કરવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી શૈલેષ ભટ્ટ તરફથી જામીન અરજી કરી એવી રજૂઆત કરી હતી કે મારી પાસેથી બિટકોઇન તો અમરેલીના પોલીસ અધિકારીઓ, સીબીઆઇના અધિકારીઓ અને દુબઇમાં લૂંટાઇ ગયા હોવાથી મારી પાસે કશું નથી. એ અંગે મે ફરિયાદ કરતાં મારી સામે અદાવત રાખીને આ કેસ કરવામાં આવ્યો છે, જેથી જામીન આપવા જોઇએ. તેની સામે ઇ.ડી. તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રાજેશ કે. કાનાણીએ એવી ધારદાર દલીલ કરી હતી કે બિટકોઇન ક્રિપ્ટો કરન્સી છે. એમાં ખાસ પ્રકારની તપાસ કરવાની રહે છે. પાસવર્ડ વગર એ કરી ના શકાય. જેથી આરોપીને જામીન આપવામાં આવે તો તે પાસવર્ડ સાથે ચેડાં કરી શકે એમ છે.

સ્પેશિયલ પી.પી. રાજેશ કે. કાનાણીએ સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકતાં એવી પણ રજૂઆત કરી હતી કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. તેની સામે પૂરતા પુરાવા મળ્યા છે. 1250 કરોડથી પણ વધુનું આ કૌંભાડ છે. એ દેશના આર્થિક તંત્રને અસરકર્તા છે, જેથી આરોપીને જો જામીન પર છોડવામાં આવે તો તે પુરાવા સાથે ચેડાં કરી શકે એમ છે, જેથી તેને જામીન ના આપવા જોઇએ.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રજૂઆતને ધ્યાનમાં લઇને અમદાવાદ ગ્રામ્યના ડેઝિગ્નેટેડ સ્પેસિયલ જજ ( PMLA) કમલ એમ. સોજીત્રાએ આરોપી અરજદાર શૈલેષ ભટ્ટની જામીન અરજી ફગાવી દેવાનો હુક્મ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અરજદાર શૈલેષ ભટ્ટની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. આમ, આરોપી અરજદારે પીએમએલએ (ચાર્જશીટ રજૂ થયા બાદ ) ફરીવાર જામીન અરજી કરી હતી. એ પણ અદાલતે નામંજૂર કરી હતી.


Spread the love

Related posts

Weather:તમામ જિલ્લામાં વરસાદની સંભાવના આજે દક્ષિણ ગુજરાતના,રાજ્યમાં પ્રવેશશે 48 કલાકમાં ચોમાસું

Team News Updates

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર

Team News Updates

વિદ્યાર્થીનો મૃતદેહ  અમદાવાદની L.D. કોલેજની હોસ્ટેલનાં રૂમમાંથી મળ્યો

Team News Updates