News Updates
AHMEDABAD

મેઘરાજા 2 દિવસ ધમરોળશે:ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનારા સાઇક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે, 4-5 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

Spread the love

ગુજરાતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા બાદ ફરી એકવાર મેઘરાજા દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં એક્ટિવ થનારા સાઇક્લોન સર્ક્યુલેશનની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે એવી સંભાવના બતાવી છે, આથી 4થી 5 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.​

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સિવાય આગામી 4 દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે તેમજ પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના જાહેર કરી છે. બીજી તરફ, રાજ્યમાં આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં 92 ટકા જેટલો વરસાદ
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં અત્યારસુધીમાં 92 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે 4 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે એવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, વાપી, નવસારી, સુરત સહિત અને વિસ્તારોમાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી હતી, જેના કારણે જનજીવન અસરગ્રસ્ત પણ થયું હતું. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગના ડાયરેક્ટરે આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરી છે.

રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ રહેશે. ગુજરાત રીજનમાં 4-5 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા નથી.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત રીજનલમાં એક સર્ક્યુલેશન બની શકે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં 3-4 ઓગસ્ટમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માછીમારોને દરિયાકિનારે ન જવા ચેતવણી આપી છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ ભારે વરસાદની વધારે સંભાવના નથી.


Spread the love

Related posts

એક વ્હોટ્સએપ મેસેજથી સરકાર મદદે આવી:પરિવારના મેસેજ પછી વિદેશ મંત્રાલયથી માંડી ભારતીય દૂતાવાસની મદદ લીધી, ગુજરાતી દંપતીને તહેરાનથી છોડાવ્યું

Team News Updates

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે:ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાવાની સંભાવના, 2024માં ચાર બેઠક ખાલી થશે

Team News Updates

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates