News Updates
AHMEDABAD

છેતરપિંડીનો ગુનો બેંક મેનેજરે  નોંધાવ્યો:અમદાવાદમાં MSME યોજના હેઠળ રૂ. 1 કરોડની લોન મેળવી ચાર શખસે મશીનરી ન લીધી

Spread the love

અમદાવાદમાં MSME યોજના હેઠળ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા પાસે બિઝનેસ શરૂ કરવા લોનના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ચાર શખસે બિઝનેસ સાધનોની ખરીદી માટે લીધેલ પૈસા વ્યક્તિગત ઉપયોગ માટે ખર્ચી નાંખ્યા હતા. બેના ખોટા કોટેશન રજૂ કરી 1 કરોડ રૂપિયાની લોન લીધી હતી. બેંકના અધિકારીઓએ આરોપીના યુનિટ પર લોન થકી લીધેલ સાધનોની તપાસ કરવા માટે પહોંચ્યા હતા. બેંકના અધિકારીઓએ તપાસ કરતા સાધનો ન મળવાની હકીકત સામે આવી હતી. જેથી બેંક મેનેજરે ક્રાઇમ બ્રાન્ચમાં અમદાવાદના CA અરુણ સુશીલ કુમાર ભક્કડ, નીરજ હીરાલાલ મેવાડા, દિલીપ રમણ પંચાલ અને હિતેશ મુકેશ ક્ષત્રિય સામે ફરિયાદ નોંધાવી છે.

શાહીબાગમાં રહેતા કુટ્ટન વેલાયુધન રીલિઝ રોડની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત જૂન-જુલાઈમાં અરુણા ભક્કડ નામના વ્યક્તિએ નીરજ મેવાડાની તીર્થ એન્ટરપ્રાઇઝ કંપનીના નામે 1 કરોડની મશીનરી લોન મેળવવા MSME યોજના હેઠળ અરજી કરી હતી. અરજી સાથે CMA ફોર્મ તેમજ નીરજ મેવાડાના તથા તીર્થ એન્ટરપ્રાઇઝ કેવાયસી તથા દિલીપ એન્જિન્યર્સ નામની કંપનીનું 1.01 કરોડ મશીનરીનું કવોટેશન વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથેની ફાઇલ બેંકમાં આવી આપી હતી. જેમાં 1 કરોડ રૂપિયાની લોન એપ્રુવ થઈ હતી.

29 જાન્યુઆરીએ નીરજા મેવાડાએ બેંકને લેટર મોકલીને જણાવ્યું હતું કે, લોન પૂરી કરી દેવી છે, પરંતુ 60થી 90 દિવસનો સમય આપો. પરંતુ બેંક દ્વારા ગાઈડલાઈન મુજબ આટલો સમય આપી શકાય તેમ નહોતો. સાથે બેંક દ્વારા 7 દિવસમાં લોન ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવી હતી. બેંક દ્વારા તેમની કંપનીમાં જઈને તપાસ કરી હતી, પરંતુ કંપનીમાં મશીન નહોતા. જેથી બેંક દ્વારા જે લોન આપવામાં આવી હતી, તે બેંક લોન મશીન માટે નહિ પરંતુ પોતાના સ્વખર્ચે માટે વાપર્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી બેંક મેનેજરે નીરજા મેવાડા, અરુણ ભક્કડ, દિલીપ પંચાલ અને હિતેશ ક્ષત્રિય વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


Spread the love

Related posts

વડાપ્રધાનની ડિગ્રી માગવાનો કેસ:દિલ્હીના CM કેજરીવાલે વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં ચુકાદા પર રિવ્યૂ પિટિશન દાખલ કરાવી, 30 જૂને સુનાવણી

Team News Updates

ગીર અભ્યારણ્ય જીપ્સી કેસ:જીપ્સી એસોસિએશને પક્ષકાર તરીકે જોડાવા માંગ કરી, કોર્ટે જિપ્સી એલોટમેન્ટ લેટર માંગ્યો

Team News Updates

ગુજરાતના રેલવે સ્ટેશનો અત્યાધુનિક બનશે:અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટ ડિવિઝનના 12 તો વડોદરા ડિવિઝનના 8 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ થશે

Team News Updates