સુરત શહેરમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. બાળકને તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી. જે બાદ બાળકને ખાનગી અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષીય પુત્ર રુદ્રને બે દિવસથી તાવ આવતો હતો. જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી, જેથી પરિવારજનો દીકરાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બાળકને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બાળકના પિતા સંદીપભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મારા દીકરાને બે દિવસથી તાવ આવતો હતો, જેથી તેને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. તેને બે દિવસથી તાવ આવતો હતો અને બાદમાં લોહીની બે ઊલટી થઈ હતી, જેથી તેને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાંથી સિવિલ લઈ આવતા, અહીં મારા દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો છે. પહેલા મારા દીકરાને કોઈ બીમારી ન હતી. બસ આ બે દિવસથી તાવ જ આવતો હતો.