નવસારીના ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતા નવસારી શહેરની હાલત કફોડી બની છે. નદી કાંઠા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા સેંકડો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. કાંઠા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી હોય કે બંગલા હોય ચારેકોર પાણીએ પોતાનો કબજો જમાવેલો જોવા મળી રહ્યો છે. ત્યારે પૂર્ણા નદીના પૂરના કારણે સર્જાયેલી તબાહીને તસવીરોમાં નિહાળીએ.