News Updates
SURAT

ઇન્ડિગો એરલાઇન્સનું વોટર કેનનથી સ્વાગત કરાયું; અઠવાડિયામાં સુરત-દુબઈથી કયા દિવસે ટેકઓફ અને લેન્ડિંગ કરશે?

Spread the love

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી આજે દુબઈ-સુરત-દુબઈની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ છે. સુરતથી દુબઈની 189 બેઠકો પૈકી 183 બેઠકો પેક થઈ ગઈ હતી. જ્યારે આ ફ્લાઇટ દુબઈથી સુરત આવી ત્યારે 107 પેસેન્જર હતાં. સુરત ઇન્ટરનેશલ એરપોર્ટ પર ફ્લાઇટનું વોટર કેનનથી સેલ્યુટ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફસ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટમાં સારો પ્રતિસાદ
સુરતથી યુનાઈટેડ આરબ એમિરેટ્સની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ હતી. કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસાર કે એજન્ટો સાથે મિટિંગ વિના સીધી શરૂ થયેલી દુબઈ-સુરત-દુબઈ ફ્લાઈટને ફસ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યારે એર ઇન્ડીયા એક્સપ્રેસ શારજાહ સુરત અને દુબઈ-સુરતની બે ફ્લાઇટ ઓપરેટ કરી રહ્યું છે.

જાણો ટેકઓફ અને લેન્ડિંગ સમય
ઇન્ડિગો એરલાઇન્સ દુબઈ-સુરત-દુબઈની ફ્લાઇટ દુબઈ એરપોર્ટથી બુધવાર, શુક્રવાર અને રવિવારે નીકળશે. જ્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોમવાર, ગુરૂવાર અને શનિવારે રવાના થશે. દુબઈ એરપોર્ટથી આ ફ્લાઇટ 17:15 કલાકે ટેકઓફ થઈને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 21:30 કલાકે લેન્ડ થશે. અહીં સુરતથી શનિવારે રાતે 00:35 કલાકે ટેકઓફ કરીને 2:25 કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે. સોમવારે રાતે 1:10 કલાકે ટેકઓફ કરીને 03:00 કલાકે દુબઈ એરપોર્ટ પહોંચશે. જ્યારે ગુરૂવારે 00:10 કલાકે ટેકઓફ કરીને 3:15 કલાકે દુબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરશે.

વ્યક્તિ યુએઇમાં 90 દિવસ રોકાણ કરી શકે
યુએઈ સરકારે પ્રવાસનને વેગ આપવા માટે 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝા લોન્ચ કર્યા છે. આ વિઝા પેસેન્જર અરજી કરે છે, ત્યારે એક વિક સુધીમાં મંજૂર થાય છે. આ વિઝા મંજૂર થયા પછી વિઝા મેળવનાર વ્યક્તિ ઇચ્છે તો દુબઈ સહિત યુએઇના શહેરમાં 90 દિવસ સુધી રોકાણ કરી શકે છે. એટલું જ નહીં આ વિઝા બીજા 90 દિવસ માટે લંબાવી પણ શકે છે, એટલે કે 180 દિવસ સુધી યુએઈમાં રહી પ્રવાસન કરી શકે છે.


Spread the love

Related posts

હત્યાનો આરોપી 24 વર્ષે ઝડપાયો:મિત્રએ નજીવી વાતે સંચા મશીનના ફટકા મારી યુવકની હત્યા કરી, 1999માં પાંડેસરાની મિલના ગુનાના આરોપીની ધરપકડ

Team News Updates

SURAT:બિલ્ડિંગના સાતમાં માળેથી કૂદકો માર્યો સુરતમાં UPSCની તૈયારી કરતા યુવકે, પરીક્ષાના નાપાસ થતા ડિપ્રેશનમાં પગલું ભર્યું

Team News Updates

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Team News Updates