News Updates
SURAT

19 વાદ્યો વગાડી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું,સંગીતના 700થી વધુ લાઈવ શો કર્યા,17 વર્ષની ઉંમરમાં જ,સુરતના ભવ્યની સંગીતમાં ભવ્યતા

Spread the love

સંગીતમાં રસ ધરાવતા લોકો એક અથવા વધુમાં વધુ ચારથી પાંચ વાદ્ય યંત્ર વગાડે છે. પરંતુ સુરત શહેરનાં ભવ્ય પટેલ માત્ર 17 વર્ષની ઉંમરે 19 સંગીતનાં વાદ્ય યંત્ર વગાડતાં જાણે છે, એટલે જ આજે તેણે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભવ્ય પટેલે 19 સંગીતનાં સાધનો વગાડવામાં નિપૂણતા મેળવીને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બાળકો અને યુવાનો રીલ બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે સુરતના 17 વર્ષના ભવ્યે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સંગીતમાં રસ હોવાથી નાનપણથી જ તે તબલા વાદન કરે છે. ભવ્ય તબલા વગાડવામાં મહારત પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેની સાથે તે 19 વિવિધ સંગીતનાં સાધનો પણ ખૂબ જ સરળતાથી વગાડી શકે છે. ભવ્ય ધોરણ 12માં ભણે છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતો ભવ્ય તબલા, કોંગો, બોંગો, ડ્રમ, ઓક્ટોપેડ, કીબોર્ડ, કેજોન, જેમ્બે, ટીક્ટોક, ઢોલક, ડરબુકા, કરતાલ, તિબેટીયન બાઉલ, ગતમ, હેન્ડ પેન, ડફ, ઢગલું, ઢોલ, હેન્ડીકેજોન અને ઢોલકી નીપૂર્ણતા સાથે વગાડે છે.

ભવ્ય નિમેષ પટેલ દ્વારા 12 જૂન 2024ના રોજ રજૂ કરાયેલ મેક્સિમમ પર્ક્યુશન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો. તેણે 16 વર્ષની 7 મહિના 26 દિવસની ઉંમરે 19 પર્ક્યુશન મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પરફોર્મ કર્યું અને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આટલી નાની વયમાં તેની આ કળા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. ભણતરની સાથે સંગીતમાં રુચિના કારણે જ આજે તે આ રેકોર્ડ પ્રાપ્ત કરી શક્યો છે.

આ અંગે ભવ્યએ જણાવ્યું હતું કે, હું 700 કરતાં પણ વધારે લાઈવ શો કરી ચૂક્યો છું. મારા જીવનનો સૌથી મોટો અચીવમેન્ટ વર્લ્ડ રેકોર્ડ છે. મેક્સિમમ સંગીતના અલગ અલગ સાધન વગાડ્યા છે. ટીનેજર શ્રેણીમાં મને આ રેકોર્ડ પ્રાપ્ત થયો છે. એક વર્ષથી હું મુંબઈ મ્યુઝિક પ્રોડક્શનનો કોર્સ કરી રહ્યો છું. આ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં મારા માતા-પિતા અને ગુરુનું મહત્વનું યોગદાન રહ્યું છે.


Spread the love

Related posts

 3 સંતાનના પિતાએ 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું:સુરતમાં શ્રમિક પરિવારની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરી વતન લઈ ગયો હતો, પોલીસે ધરપકડ કરી

Team News Updates

આત્મહત્યાનો વારો:મહિલાએ કહ્યું- પગલું ભરશું તો કેપી સંધવીની જવાબદારી,નુકસાનીનું ચુકવણું કર્યું છતાં કંપનીએ હીરા દલાલો પર કેસ કર્યાનો આક્ષેપ

Team News Updates

SURAT:વાહનોના થપ્પા લાગતાં વાહનચાલકો પરેશાન,10 કિમી સુધી ટ્રાફિકજામનાં આકાશી દૃશ્યો,ધોરણ પારડી પાસે સર્જાયેલા અકસ્માતને કારણે ચાર કલાક નેશનલ હાઇવે જામ

Team News Updates