News Updates
RAJKOT

 માથું ચીરી નાખ્યું પત્નીએ પતિનું!: પત્નીએ પતિને ખાટલામાં જ દાતરડા-ધારિયાથી રહેંસી નાખ્યો,જસદણના નાની લાખાવડ ગામમાં ઘરકંકાસમાં વિફરેલી

Spread the love

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવડ ગામમાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા ગૃહ કંકાસના કારણે વિફરેલી પત્નીએ પતિને પોતાના રૂમમાં જ દાંતરડા અને ધારિયાના ઘા ઝીંકી હત્યા નિપજાવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જસદણ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મહિલા આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.

જસદણના નાની લાખાવડ ગામમાં સિમ વિસ્તારમાં વલ્લભભાઈ અરજણભાઈ બાવળિયા (ઉં.વ. 48) તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહે છે. ગઈકાલે રાત્રિના સમયે પોતે ઘરે હતાં ત્યારે મોડીરાતે કોઈ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયાં બાદ ઉશ્કેરાયેલી પત્નીએ દાંતરડા અને ધારિયાના ઘા તેમના પતિ પર ઝીંકી ખાટલામાં જ હત્યા નિપજાવી હતી.

બનાવ અંગે જસદણ પોલીસને જાણ થતાં જસદણ પોલીસ સ્ટેશનના PI ટી.બી. જાની સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ખેડૂતની હત્યા નિપજાવનાર તેની પત્નીને સકંજામાં લઈ સઘન પૂછપરછ હાથ ધરી હતી. દંપતી વચ્ચે ઘણાં સમયથી ગૃહક્લેશ ચાલતો હતો અને ગઈકાલે રાત્રે પણ દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ખૂની હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

હત્યાના બનાવમાં મૃતકનો પુત્ર પણ સામેલ હતો કે કેમ? તે દિશામાં પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક વલ્લભભાઈને અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોવાની પણ ચર્ચા આસપાસના લોકોમાં ચાલી રહી છે. માટે હત્યા પાછળનું કારણ પર સ્ત્રી સાથેના આડા સબંધ છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

રાજકોટમાં ભાનુ બાબરીયા સમક્ષ પદાધિકારીઓએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા, સૌની યોજના સહિતનાં મુદ્દે રજૂઆત

Team News Updates

રાજકોટમાં 13 વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલનો રીક્ષાચાલક જ ભગાડી ગયો, પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું; પોલીસે મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી

Team News Updates

પવિત્ર શ્રાવણ માસે રાજકોટ ના દેવ રામનાથ મહાદેવ નું મોન્ટુ મહારાજ નું ગીત થયું લૉન્ચ.

Team News Updates