News Updates
RAJKOT

10 વર્ષની બાળકીને બાથ ભરી લીધી, 54 વર્ષના નરાધમે પાડોશીના ઘરે નગ્ન હાલતમાં પહોંચી જઇ

Spread the love

લોકો એકઠા થઇ જતાં ભાગી ગયો, પોલીસે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં સોમવારે બપોરે એક લાંછનરૂપ ઘટના બની હતી. 10 વર્ષની બાળકી પોતાના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતો 54 વર્ષનો માનસિક વિકૃત શખ્સ નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો અને બાળકીને બાથ ભરી લીધી હતી. ડઘાઇ ગયેલી માસૂમે દેકારો કરતાં નરાધમ નાસી ગયો હતો. જોકે પોલીસે ઝડપી લઇ તેની અગાવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

સોમવારે બપોરે બારેક વાગ્યાના અરસામાં 10 વર્ષની બાળકી તેના ઘરે નવેરામાં વાસણ ધોઇ રહી હતી, તેની માતા ધંધાના કામે બહાર હતી અને બાળકીની મોટી બહેન ઘરના ઉપરના માળે હતી. 10 વર્ષની બાળકી ઘરના ફળિયામાં વાસણ ધોઇ રહી હતી ત્યારે એ વિસ્તારમાં રહેતો જયદીપ હર્ષદરાય જોબનપુત્રા (ઉ.વ.54) નગ્ન હાલતમાં ઘરમાં ઘૂસી ગયો હતો અને વાસણ ધોઇ રહેલી બાળકી કંઇ સમજે તે પહેલા તેને બાથ ભરી લીધી હતી. દાદાની ઉંમરના જયદીપ જોબનપુત્રાએ નિર્વસ્ત્ર હાલતમાં આલિંગન કરી લેતા બાળકી ગભરાઇ ગઇ હતી અને તેણે બૂમાબૂમ કરતાં તેની મોટી બહેન અવાજ સાંભળતાં જ તે નીચે દોડી આવી હતી.

સગીરા નાની બહેન પાસે પહોંચે તે પહેલા જ જયદીપ જોબનપુત્રા દોડીને ભાગી ગયો હતો. જોકે સગીરાએ તેને ભાગતો જોયો હતો અને તે પળવારમાં સ્થિતિ પામી ગઇ હતી. ઘટનાને પગલે વિસ્તારના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને તમામ લોકો જયદીપ જોબનપુત્રાના ઘરે પહોંચ્યા હતા. જોકે ત્યાં સુધીમાં તે મકાનને તાળાં મારી ભાગી ગયો હતો. ઘટના અંગે જાણ કરાતા બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને પીઅેસઆઇ એ.બી.ચૌધરી સહિતની ટીમે જયદીપને ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો હતો. જયદીપ જોબનપુત્રાના માતા-પિતા હયાત નથી. તેની ચારેય બહેન સાસરે છે. 54 વર્ષનો જયદીપ અપરિણીત છે અને એકલો રહે છે. પોલીસે તેની આગવીઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.


દશ વર્ષની બાળકીને નિર્વસ્ત્ર હાલતમાં 54 વર્ષના જયદીપ જોબનપુત્રાએ બાથ ભરી લીધાની ઘટના વાયુવેગે ફેલાઇ જતાં વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા. ટોળે વળેલી મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, જયદીપ જોબનપુત્રા અેકલો રહે છે, તે આખો દિવસ ઘરની બહાર બેઠો રહેતો અને ત્યાંથી પસાર થતી મહિલાઓ સામે અભદ્ર ઇશારા કરતો હતો. આબરૂ જવાના ભયથી તેમજ માથાકૂટ ટાળવાના ઇરાદે તેની સામે કોઇ અવાજ ઉઠાવતું નહોતું, પરંતુ નરાધમ પ્રૌઢે બાળકી સાથે અભદ્ર વર્તન કરતા તમામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.


Spread the love

Related posts

20 કિલો ગાંજા સાથે રંગેહાથ ઝડપાયા:સુરતથી બે યુવાનો રાજકોટની શબાનાને ડિલિવરી કરવા આવ્યા’તા,કોઠારીયા ચોકડી પાસેથી રૂ.2.17 લાખના મુદામાલ સાથે ઝડપાયો

Team News Updates

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Team News Updates

રંગીલા રાજકોટમાં એક્વા યોગા:3 સ્વિમિંગ પૂલમાં રાજકોટિયન 200 મહિલાઓએ યોગ કર્યા, 8 વર્ષથી માંડી 75 વર્ષના વૃદ્ધા જોડાયા

Team News Updates