News Updates
RAJKOT

રાજકોટમાં વરસાદ અને ગરમી વચ્ચે બીમારીમાં વધારો, સિઝનલ રોગચાળાનાં 312 કેસ નોંધાયા

Spread the love

રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન વાવાઝોડાની અસરના કારણે પડેલા વરસાદ અને ઊનાળાની આકરી ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી.

185 જેટલા આસામીઓને નોટીસ આપી
આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 કેસ અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુ જેવા વાતાવરણ વચ્ચે ખોરાક અને પાણીજન્ય રોગચાળાથી બચવા બહારની ખાણીપીણી પૂરી તકેદારી સાથે આરોગવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે તો સાથે જ 11,146 ઘરમાં પોરાનાશક અને 220 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેન્ગ્યુની બીમારીના અટકાયતીના ભાગરૂપે રહેણાંક અને કોમર્શિયલ પ્રીમાઇસીસમાં તપાસ કરી મચ્છર ઉત્પત્તિ બદલ રહેણાંકમાં 259 અને કોમર્શિયલમાં 185 જેટલા વ્યક્તિને નોટિસ આપવામાં આવી છે.

વધુ જનસમુદાય હોય ત્યાં બીમારી ફેલાવવાનું જોખમ વધુ રહે છે
આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એકસાથે વધુ લોકોને કરડતા હોવાથી વઘુ જનસમુદાય હોય તેવા સ્થેળોએ આ બીમારી ફેલાવવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ જ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ-સફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્પતિ ઘણી વધી જાય છે. રાજકોટ મનપા આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, આવા રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.

ડેન્ગ્યુ-મેલેરિયા અટકાયતી માટે આટલું જરૂરી કરીએ

  • પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચૂસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચૂસ્ત ઢાંકીને રાખીએ.
  • પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
  • ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.
  • બિનજરૂરી ડબ્બાડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
  • અગાશી, છજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
  • છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.

Spread the love

Related posts

RAJKOT:TRP ગેમ ઝોન 80 હજારથી 1.20 લાખ વીજબિલ આવતું,2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન માગ્યું હતું,PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું’તું

Team News Updates

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Team News Updates

વિચરતી જાતિના 425 પરિવારો પ્લોટ વિહોણા:ઝૂંપડપટ્ટી-પતરાની આડશ બાંધી કરે છે વસવાટ; પડધરી-જસદણમાં જાતિના દાખલા પણ મળતા નથી

Team News Updates