News Updates
SURAT

SURATમાં બનતું હતું DUPLICATE શેમ્પુ અને વિમલ પાન-મસાલા

Spread the love

બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખા બનાવતી ફેક્ટરી ઝડપાઇ

સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે માસમા ગામે આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના ગોડાઉનમાં ચાલતું નકલી ફેક્ટરીનું નેટવર્ક ઝડપી લીધું હતું, જેમાં બ્રાન્ડેડ કંપની વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી એક નકલી કંપની પર પોલીસે રેડ કરી હતી. એમાં નકલી વિમલ, ડવ શેમ્પૂ સહિત કુલ 50.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર ચલાવનાર ઇસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રોડક્ટ સુરતમાંથી બિહારમાં સપ્લાય થતી હતી.

તમાકુ અને પાનમસાલા ખાતા તેમજ નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા હતા. સુરતની ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન-મસાલા અને ગુટકા તેમજ ડવ શેમ્પૂનાં રેકેટને ઉઘાડું પાડી દીધું હતું. ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા GIDC વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદે વિમલ અને ડવ શેમ્પૂ બને છે. એની માહિતી મળતાં પોલીસે મોડીરાત્રે છાપો માર્યો હતો. નકલી વિમલ અને ડવ શેમ્પૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાજર ઈસમો પાસેથી લાઇસન્સ નહોતું મળ્યું, જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ પાન-મસાલા તેમજ તમાકુનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતાં હતાં તેમજ અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું. પોલીસે 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર મનોજ કુમાર યાદવ, ઇન્તેખાબ અહેમદ, સંદીપ યાદવ, રાહુલ સોનકર, સુનીલ નિશાદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઇસમની પોલીસે પૂછપરછ કરતાં આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ તો પોલીસે FSLની ટીમને સ્થળ પર બોલાવી નકલી શેમ્પૂ અને વિમલના પ્રોડક્ટમાં ક્યું કેમિકલ વાપરવામાં આવતું હતું, ક્યાં ક્યાં જથ્થો વિતરણ કરવામાં આવતો હતો અને નકલી પ્રોડક્ટ કઈ રીતે બજારમાં ઘુસાડવામાં આવતી હતી એ દિશામાં તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

ચા પીવા નીકળ્યો ‘ને પરત જ ન ફર્યો:સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર; ઝઘડો જોઈ પરત પરતા મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates

3 મોપેડ અને બે રિક્ષા ભડભડ સળગી ઊઠી,3 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક,સુરતના વરાછામાં ભીષણ આગ લાગતાં 6 બાઈક

Team News Updates