News Updates
SURAT

દક્ષિણ ગુજરાતમાં પૂરની પળોજણ, કુદરતની મહેર લોકમાતાઓમાં વેદનાનું ઘોડાપૂર

Spread the love

સુરત,નવસારી,વલસાડને ચોમાસામાં સમયાંતરે ધમરોળતી જીવાદોરીઓ સમાન પુણ્ય સલિલાઓનું કુદરતી તેમજ માનવસર્જિત આફતોનું ભયાવહ સ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓ છે.

7 ઓગસ્ટ 2006 નો દિવસ યાદ કરીને સુરતીઓ આજે પણ એ દિવસનું દર્દ ભુલાવી શક્યા નથી. તાપી નદીના પૂર પ્રકોપે સમગ્ર સુરતની માયાને પૂરમાં ધમરોળી નાખી હતી.  પુણ્ય સલિલા તાપી નદી કિનારે વસેલા સુરત શહેરની કાયા પાંચ દિવસ માટે કાદવ રંજિત કરી નાખી હતી અને માનવ જીવન સ્થંભિત કરી દીધું હતું.

એવીજ રીતે નવસારી શહેરમાં 2023 માં ઐતિહાસિક પુર ગણી શકાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં પાંચ કલાક માટે નવસારી શહેર જાણે ગુજરાતથી વિખુંટુ પડી ગયું હતું એક સાથે પૂર્ણ અંબિકા કાવેરી અને મીંઢોળાના નદીઓના પુર ભયજનક સપાટી વટાવીને સ્થિર થઈ ગયા હતા. પાંચ કલાક સુધી નવસારી જિલ્લો જાણે સ્તંભી ગયો હતો અને જ્યાં ક્યારેય પાણી ન પહોંચ્યા હતા એવી જગ્યાએ પણ પૂરના પાણી અથવા તો વરસાદી પાણીનો ઘેરાવો થઈ ગયો હતો. નવસારી શહેરમાં તો જાણે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને દેશની આર્થિક કરોડરજ્જુ સમાન દિલ્હી મુંબઈ હાઈવે પાણીથી તરબતર થઈ ગયો હતો.

વાહન વ્યવહાર શૂન્યાવકાશ પામ્યું હતું. ઓરંગા નદી અને વલસાડને જાણે વર્ષો જુનો કુદરતી નાતો છે જે દર વર્ષે વલસાડ શહેરને ધમરોળ્યા જ કરે છે. દક્ષિણ ગુજરાતમાં વરસતો વરસાદ વર્ષો જૂની પેટર્ન પ્રમાણે 80 થી 120 ઇંચ સુધી વરસતો હોય છે. મહારાષ્ટ્રના નંદૂરરબાર, ધુલિયા, તેમજ ગુજરાત ના તાપી અને ડાંગ જિલ્લામાં વરસતા અતિ ભારે વરસાદની સીધી અસર દક્ષિણ ગુજરાતની લોકમાતાઓમાં અસર થાય છે અને સુરત શહેર,સુરત ગ્રામ્ય,નવસારી અને વલસાડની ભૌગોલિક તંદુરસ્તી બગાડી નાખે છે.

સુરત જિલ્લાની નદીઓ અને કેચમેન્ટ એરિયા

સુરત જિલ્લાની મુખ્ય નદી તરીકે મહુવન પૂર્ણ અંબિકા, મીંઢોળા, તાપી અને કીમ નદીનો સમાવેશ થાય છે. તમામ નદીના કેચમેન્ટ એરિયા તાપી, ડાંગ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સાથે જોડાયેલા છે કેચમેન્ટ એરિયામાં વરસાદ વધવાના કારણે જે સ્થિતિ નિર્માણ થાય છે એમાં ખાસ કરીને નદી કિનારે વસેલા બારડોલી નગરના 10% વિસ્તારને મીઢોળા નદીના પાણીના કારણે પૂર્ણ સામનો કરવો પડે છે. ખાસ કરીને તાપી નદી માં ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી એક સાથે છોડવામાં આવે તો સુરત શહેરની ભૌગોલિક સ્થિતિના આધારે સુરત શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ શકે તેવી ભૌગોલિક સ્થિતિ છે.

2006 ના પુર બાદ સુરત શહેરને કોઈ આંચ આવી નથી પરંતુ તાપી નદીના ઉપરવાસમાં એટલે કે કેચમેન્ટ એરિયા જેમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ના વિસ્તારમાં વરસતો વરસાદ અને તેના આધાર પર ઇન્ફો અને આઉટ ફ્લોના આધાર પર તાપી નદીમાં પાણી છોડી દેવામાં આવે છે.  જેનાથી ડેમની સપાટી મેન્ટેન કરી શકાય અને રુલ લેવલ મેન્ટેન કરીને ડેમની જાળવણી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.  2006ની શીખ બાદ સુરત શહેરમાં પૂર ના આવે તેને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે.

નવસારી જિલ્લાની નદીઓ અને કેચમેન્ટ એરિયા

નવસારી જિલ્લામાંથી પુર્ણા અંબિકા અને કાવેરી મીંઢોળા ખરેરા અને ઓરંગા નદીઓ પસાર થાય છે આ નદીઓ નવસારી જિલ્લામાં મહત્વની ગણવામાં આવે છે અને લોકમાતા તરીકે પ્રચલિત થઈ છે જેના કારણે નવસારી જિલ્લામાં ખેતી અને હરિયાળી રહેતી હોય છે પરંતુ ચોમાસા દરમિયાન ડાંગ આપી અને સુરત જિલ્લામાં વધુ વરસાદના કારણે નદીમાં સ્થિતીમાન થાય છે અને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થતી હોય છે એમાં પણ પૂર્ણ નદી કાંઠે વસેલા નવસારી શહેરના 30% વસ્તીને સીધી અસર થાય છે જ્યારે અંબિકા નદીના કાંઠે વસેલા બીલીમોરા શહેરના 40% લોકોને પૂર્ણ કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે. નવસારી જિલ્લામાંથી વહેતી નદીઓમાં લગાતાર છ ઇંચ થી વધુ વરસાદ વરસે તો ની સ્થિતિ નિર્માણ થાય છે અને લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થાય છે…

3 વલસાડ જિલ્લાની નદીઓ કેચમેન્ટ એરિયા

વલસાડ જિલ્લાની મુખ્ય નદીઓ ઓરંગા, દમણ ગંગા,ગોલક અને પાર નદીઓ જીવા દોરી માનવામાં આવે છે. ચાર મુખ્ય નદીઓમાં ચોમાસા દરમિયાન ધરમપુર કપરાડા મહારાષ્ટ્ર તેમજ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી ડુંગર વિસ્તારમાં પડતો સીધો વરસાદ નદીઓમાં આવે છે, જેના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થાય છે એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અમાસ અને પૂનમના આગલા પાછલા દિવસની ભરતીઓને કારણે નિર્માણ થતી હોય છે વલસાડમાં મુખ્યત્વે નદીના પાણી વલસાડ નગરમાં પ્રવેશતા હોય છે.  અતિ ભારે વરસાદ અને દરિયાઈ ભરતીના કારણે આવતું પૂર શહેરના 12 થી 15% વિસ્તારને પાણીમાં ધમરોળી નાખે છે.

4 મુખ્ય નદીઓ અને સેન્ટ્રલ વોટર કમિશનની ભૂમિકા

સેન્ટ્રલ વોટર કમિશને નદી ઉપર નજર રાખતી એજન્સી છે અને ચોમાસા દરમિયાન કર્મચારીઓ રાખીને નદીઓના વિવિધ સ્થળો પર વધતી જળ સપાટી પર નજર રાખવામાં આવે છે, જેના આધાર પર વાસમાં કેચમેન્ટ એરિયામાં વરસેલા વરસાદના આધારે શહેર નજીક રહેતી નદીમાં કેટલું પાણી આવશે અને એની કેવી અસર થશે તેની મોજણી કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સેન્ટ્રલ વોટર કમિશનના આધાર પર ડિઝાસ્ટર તંત્ર સાવચેતીના પગલા લેતું હોય છે.

2006 નું સુરતના પૂરનું ગતકડું અને તત્કાલીન મંત્રી નરોત્તમ પટેલ

2006 ના પૂરે સુરત ને પુર શું હોય છે તેની ખતરનાક દર્દ ભરી દાસ્તાનો માનસ પટલ પર કાયમ માટે અંકિત કરી દીધી છે. આ દ્રશ્યો એવા હોય છે જેમાં સુરત શહેરના બાપુનગરમાં સૌપ્રથમ તાપી નદીના પાણી પ્રવેશે છે.  ત્યારબાદ જહાંગીરપુરા પાસે તાપી નદીનો પાળો તૂટતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી મળે છે અને શહેર પાણી પાણી થઈ જાય છે ઉકાઈ ડેમ ના 22 દરવાજાઓ મારફતે લગાતાર છોડવામાં આવતા પાણીના કારણે ઉકાઈથી માંડીને સુરત સુધીના વિવિધ ગામોના કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને સુરત શહેર નો 50% થી વધુ વિસ્તાર પાણીમાં તરબતર થઈ જાય છે.

જે બાદ શરૂ થાય છે બચાવવાની રાહત કામગીરી. સુરતને ફરી ધમધમતું કરવા માટેની કવાયતો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. તત્કાલીન મંત્રીના નરોતમ પટેલ દ્વારા લેવામાં આવેલા કેટલાક અણધડ નિર્ણયો પણ પૂર માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સાથે તેમના સંચાલકો અને તેમની દિવ દૃષ્ટિના અભાવે એક સાથે પાણી છોડવા માટે મજબૂર થવું પડે છે અને શહેર પાણીમાં ડૂબે છે તેવા સમયે ફરી પુનરાવર્તન ન થાય એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ એસઓપી બનાવી છે.

જેના આધારે રૂલ લેવલ દર મહિનાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે અને એને મેન્ટેન કરવામાં આવે છે. સાથે ઉકાઈ ડેમના કેચમેંટ દરિયામાં પડતા વરસાદ પર બાજ નજર રાખીને તંત્ર વરસાદના આંકડામાં એનાલિસિસ કરીને ડેમમાં આવનાર પાણીના ઇન્ફ્લો અને આઇટફલોને મેનેજ કરીને ઉકાઈ ડેમનું સંચાલન કરવામાં આવે છે.

સુરત, નવસારી અને વલસાડના પૂર નું દરિયાઈ ભરતી સાથે સીધો સંબંધ છે. સુરત નવસારી અને વલસાડ જિલ્લો એ દરિયા કાંઠે વસેલા જિલ્લાઓ છે સંપૂર્ણ દરિયા કાંઠાથી જોડાયેલા જિલ્લાઓમાં થી પસાર થતી નદીઓમાં દર અમાસ અને પૂનમના આગલા તેમ જ પાછલા દિવસોમાં મોટી ભરતી આવતી હોય છે ચોમાસા દરમિયાન અમાસ અને પૂનમના નજીકના સમયમાં નદીઓના કેચમેન્ટ એરિયામાં છ ઇંચ થી વધુ વરસાદ વરસે અને બીજી તરફ દરિયામાં ભરતી પણ હોય તેવા સમયે ઉપરવાસમાંથી વરસેલો વરસાદ અને દરિયાની ભરતી આ બંને ભૌગોલિક પરિસ્થિતિના કારણે નદીઓની જળ સપાટીમાં વધારો થાય છે અને નવસારી જિલ્લાની પુના અંબિકા કાવેરી ખરેરા અને ઓરંગા નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થાય છે.

નવસારીના પૂરમાં ગેરકાયદે ઝીંગા તળાવોની ભૌગોલિક જવાબદારી

નવસારી જિલ્લાની લોકમાતાઓ જ્યારે ગાંડી તુર બને છે ત્યારે નવસારી જિલ્લાની પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવે છે એક તરફ દરિયાઈ ભરતી અને વરસાદી પાણી બંનેના કારણે નદીઓની જળ સપાટીમાં વધારો થતો હોય છે અને પૂરની સ્થિતિ નિર્માણ થતી હોય છે.  જ્યારે માનવ સર્જિત સમસ્યા પણ નવસારીના લોકોને સતાવે છે.

ગેરકાયદેસર જીંગા તળાવના કારણે વોટર લોગીનની સ્થિતિ ઉદ્ભવે છે અને નવસારી જિલ્લામાં એમાં ખાસ કરીને જલાલપોર તાલુકામાં બનાવવામાં આવેલા દરિયા કિનારા વિસ્તારના ઝીંગા તળાવો પૂરની સમસ્યાને નોતરે છે. ગેરકાયદેસર ઝીંગા તળાવો બાબતે વારંવાર તંત્રને રજૂઆતો અને ફરિયાદો પણ કરવામાં આવી છે પરંતુ આજ સુધી ઝીંગા તળાવો સામે પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે ચોમાસા દરમિયાન લોકોની સમસ્યામાં વધારો થાય છે.

પૂરમાં ઝીરો કેઝ્યુલીટી વિઝન માં NDRF અને SDRF ની મહત્વની ભૂમિકા

2006 ના સુરતના પુર બાદ સમગ્ર ગુજરાતમાં સ્થિતિ સમયે અથવા કોઈપણ કુદરતી આપત્તિ સમયે રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલીટી નો મહામંત્ર અપનાવવામાં આવ્યો છે કોઈપણ ભોગે માનવીય નુકસાન ન થાય એને ધ્યાને રાખીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે સાથે એનડીઆરએફ અને એસ બી આર એફ ના જવાનોને કુદરતી આપત્તિના સમયે બચાવ કામગીરી માટે ટ્રેનિંગ આપીને સ્પેશિયલ હોર્સ તૈયાર કરવામાં આવી છે જે કુદરતી આપત્તિ સમયે કામગીરી કરી શકે અને લોકોને બચાવ કામગીરીમાં મદદરૂપ થઈ શકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે કેસ્યુલીટી નું પ્રમાણ ઘટે છે અને ખાસ કરીને ચોમાસા દરમિયાન આવતા પૂરના સમયે લોકોની બચત અને રાહત કામગીરીમાં એનડીઆરએફ અને એસ ડી આર એફ જેવી એજન્સીઓ મહત્વની ભૂમિકા ભજવે છે.


Spread the love

Related posts

વેપારીઓની રોકડ નીતિ પર ઘા:GSTએ દરોડામાં 40 કરોડના વ્યવહાર શોધી કાઢ્યા

Team News Updates

સુરત : વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે 5 બાળકો સહીત 10 લોકોની તબિયત લથડી

Team News Updates

2 હીરા કંપનીઓમાં કારીગરોનો 40 કરોડનો જમણવાર ITને પચ્યો નહીં, 5 કરોડ રિકવરી

Team News Updates