News Updates
SURAT

 USDTમાં કન્વર્ટ કરી 87 કરોડ ચાઈનીઝ ગેંગને આપ્યા:મુખ્ય સૂત્રધાર;સુરતમાં પાનની દુકાન ચલાવતો મિલન,વિવેક શિકારને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવતો

Spread the love

આંતરરાષ્ટ્રી ચાઈનીઝ ગેંગ દ્વારા સાયબર ફ્રોડની ઘટનામાં મુખ્ય સૂત્રધાર માત્ર મિલન દરજી જ નહીં પરંતુ સાયબર સેલની તપાસમાં વધુ એક નામ સામે આવ્યું છે. આરોપી હિરેનની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મિલનની સાથે દુબઈમાં બેઠેલા વિવેક ચૌહાણ નામનો શખસ પણ ફ્રોડની ઘટનામાંથી આવનાર કરોડો રૂપિયાની રકમ USDTમાં કન્વર્ટ કરી ચાઈનીઝ ગેંગને આપતો હતો. અત્યાર સુધીમાં મિલન અને વિવેકે 87 કરડો USDTમાં કન્વર્ટ કરી ચાઈનાની ગેંગને આપ્યા છે.

સુરત સાયબર સેલને ગેંગના સભ્યો પાસેથી મળી આવેલા 648 બેંક ખાતાઓમાંથી પોલીસે અત્યાર સુધીમાં 624 ખાતાઓની તપાસ કરી છે. આ 624 ખાતાઓમાંથી 114 કરડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે. 24 જેટલા બેંક ખાતાઓની તપાસ કરવાની બાકી છે. પોલીસનું માવું છે કે, આ છેતરપિંડીની કિંમત 114 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. ચાઈનીઝ ગેંગ સાથે નજીકથી કામ કરતી આ ગેંગનું નેટવર્ક માત્ર ભારતમાં જ નથી, પરંતુ ઘણા દેશોમાં ફેલાઈ ગયું છે. મિલન દરજી, જે હજુ પણ આ કેસમાં ફરાર છે, તે ભારતમાં ફેલાયેલી સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે.

સાયબર ઠગોનું આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે. બેંક ખાતામાં પૈસા જમા થતાં જ તે તરત જ મલ્ટીપલ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ પછી તેઓ પીઓએસ મશીન અથવા ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડતા હતા. ત્યાર બાદ તેઓ નાણાંને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતા હતા અને તેઓ ચાઈનીઝ ગેંગને ટ્રાન્સફર કરે છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ 114 કરોડમાંથી 87 કરોડ રૂપિયા ચાઈનીઝ ગેંગને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરીને આપ્યા હતા.

આ કેસમાં સુરતમાં બેસીને સાયબર ફ્રોડના જે પૈસા આવતા તેને મલ્ટીપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કામ હિરેનનું હતું. હિરેનની ધરપકડ સુરત સાયબર સેલે કરી હતી. હિરેન અવારનવાર દુબઈ જતો હતો. હિરેનની પૂછપરછમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. ચાઈનીઝ ગેંગ સાથે માત્ર મિલન દરજી જ નહીં, પરંતુ વિવેક ચૌહાણ નામનો શખસ પણ સંકળાયેલો હતો. જે એજન્ટ તરીકે મિલનની જેમ જ જવાબદારી સંભાળતો હતો. મિલન અને વિવેક બંને જે પણ સાયબર ફ્રોડની રકમ આવતી હતી તેને USDTમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને આપતા હતા.

મિલન દરજીની જેમ હાલ વિવેક ચૌહાણ પણ દુબઈમાં છે. ફ્રોડની રકમ સાથે તે ડિજિટલ અરેસ્ટની ઘટનાઓમાં પણ પોતે હાજર રહેતો હતો અને લોકોને વીડિયો મારફતે ધમકી આપતો હતો. હાલ તેની એક તસવીરના આધારે સાયબર સેલે તપાસ શરૂ કરી છે. હાલ વિવેકની જે તસ્વીર સામે આવી છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેને વટ જમાવવા માટે પાછળ દુબઈના કેટલાક લોકોની તસવીર લગાવી છે. મિલન અને વિવેક બંને મળીને જે પણ રકમ આવતી હતી તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરતા હતા. રકમને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરવા તેઓએ માણસ રાખ્યા હતા.

સુરત નિવાસી મિલન દરજી સાયબર છેતરપિંડી અને ચાઈનીઝ ગેંગ વચ્ચેની મુખ્ય કડી છે. તે ભારતમાં કાર્યરત છેતરપિંડી કરનારી ગેંગનો મુખ્ય સાગરીત છે. મિલન જે એક સમયે સુરતમાં પાનની દુકાન ચલાવતો હતો, તે હવે દુબઈમાં રહે છે. તેને કોઈના પર વિશ્વાસ નથી. હીરેન દુબઈ જતો અને મિલનને બેંક ખાતાની કીટ સોંપતો. મિલન પૈસા અને છેતરપિંડીનો હિસાબ રાખતો હતો. તે ભારતમાં બેઠેલા તેના એજન્ટને દિશા નિર્દેશ આપતો અને તેમને છેતરપિંડી કેવી રીતે કરવી તે કહેતો. મિલને સુરત નિવાસી અજય ઇટાલિયાને દુબઈ બોલાવીને છેતરપિંડીની તાલીમ આપી હતી. ત્યાર બાદ તેમને સુરતનો હવાલો સોંપવામાં આવ્યો હતો. છેતરપિંડી પછી મિલનની ટીમ દુબઈમાં એટીએમ અને પીઓએસ મશીનો દ્વારા રોકડ ઉપાડતી હતી. ત્યાર બાદ તેને USDT ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવી હતી. ક્રિપ્ટો કરન્સીની કિંમત પ્રતિ યુનિટ લગભગ 90 રૂપિયા છે.


Spread the love

Related posts

વેપારીઓની રોકડ નીતિ પર ઘા:GSTએ દરોડામાં 40 કરોડના વ્યવહાર શોધી કાઢ્યા

Team News Updates

નોનવેજ સિઝલરના ધુમાડાથી એક પછી એક મહિલાઓ પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં,ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, સફોગેશનથી 20થી વધુ મહિલા બેભાન થઈ

Team News Updates

ચા પીવા નીકળ્યો ‘ને પરત જ ન ફર્યો:સુરતમાં યુવકની ચપ્પુના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર; ઝઘડો જોઈ પરત પરતા મોતને ઘાટ ઉતાર્યો

Team News Updates