News Updates
SURAT

ઉદ્યોગનો અનુભવ મળશેવિદ્યાર્થીઓને અભ્યાસ સાથે :MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

Spread the love

મેધાવી સ્કીલ્સ યુનિવર્સિટી (MSU) અને સુરતના ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ) વચ્ચે જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં સ્કીલ બેઝ્ડ ઉચ્ચ શિક્ષણ આપવા તા. 17 સપ્ટેમ્બરના રોજ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) થયા છે. આ ક્ષેત્રમાં સ્કીલ ગેપને દૂર કરવા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (JD&M)માં તેઓ સંયુક્ત રૂપે ઉદ્યોગ સંલગ્ન BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરી રહ્યા છે. આ કોર્સિસ એપ્રેન્ટિસશીપ એમ્બેડેડ ડિગ્રી પ્રોગ્રામ (AEDP) છે જેનાથી વિદ્યાર્થીઓને ભણતા ભણતા જ સીધો ઉદ્યોગનો અનુભવ મળી રહેશે. એમઓયુ પર હસ્તાક્ષર MSUના સહ-સ્થાપક અને પ્રો- ચાન્સેલર કુલદીપ સરમા અને ISGJના સ્થાપક અને સીઈઓ કલ્પેશ દેસાઈએ કર્યા હતા. આ પ્રસંગે MSUના ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સના વાઇસ પ્રેસિડન્ટ સજીવ કુમાર અને ISGJના એકેડેમિક ડિરેક્ટર હાજર રહ્યા હતા.

સમારોહ પછી એક ઇન્ડસ્ટ્રી ટૂર કરવામાં આવી હતી. આ ટૂરમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરના મુખ્ય સ્ટેકહોલ્ડર્સ એટલે કે ઉદ્યોગના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે આવ્યા. પ્રતિનિધિમંડળે જેમ્સ અને જ્વેલરી ઉત્પાદન પ્રક્રિયામાં અત્યાધુનિક પ્રગતિનો ફર્સ્ટ હેન્ડ અનુભવ મેળવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોથી શિક્ષણ જગત અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર વચ્ચે મજબૂત કડીનું નિર્માણ થાય છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરી અને આધુનિક ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. આ કોર્સિસ વિદ્યાર્થિઓને સતત બદલાતા જતા જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સાથે તાલ મિલાવતા શીખવશે.

આ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યકત કરતા એમએસયુના કુલદીપ સરમાએ કહ્યું કે, જેમ્સ અને જ્વેલરી સેક્ટરમાં 46 લાખ જેટલા લોકો મોટી સંખ્યામાં કામ કરે છે. તેઓ દેશના જીડીપીમાં મોટું યોગદાન કરે છે. એટલે તેમની સ્કીલ્સમાં વધારો કરવાનું કાર્ય આજે ખૂબ જ મહત્વનું બની ગયું છે. આ કરારથી અમે અમેં એવું કામ કરવા જઇ રહ્યા છીએ જે આ ક્ષેત્રના વિકાસમાં ખૂબ જ ગતિ લાવશે.

આ અંગે ખુશી વ્યક્ત કરતા, ISGJના કલ્પેશ દેસાઈએ કહ્યું: “અમે BBA અને MBA અભ્યાસક્રમો શરૂ કરવા માટે MSU સાથે થયેલી ભાગીદારીથી ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પ્રોગ્રામ્સ જેમ્સ અને જ્વેલરી બનાવવા માટેના કૌશલ્યમાંમાં ISGJના ઊંડા અને લાંબાગાળાના અનુભવ અને MSUના કૌશલ્ય-આધારિત શિક્ષણ માટે ભવિષ્ય કેન્દ્રિત અભિગમનું શક્તિશાળી મિશ્રણ રજૂ કરે છે. સાથે મળીને અમે ડિઝાઇનર્સ અને પ્રોફેશનલ્સની એવી નવી પેઢીને ઉછેરવાનો ધ્યેય ધરાવીએ છીએ જેઓ મોર્ડન ગ્લોબલ ટ્રેન્ડ્સને અપનાવીને જેમ્સ અને જ્વેલરીમાં ભારતના સમૃદ્ધ વારસાને આગળ ધપાવશે.”

MSUના ડૉ. સજીવ કુમારે, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કહ્યું, “ જ્વેલરીનું ભારતના વારસામાં હંમેશા અનેરૂં મહત્ત્વ રહ્યું છે. આ એમઓયુ ઉભરતા ઉદ્યોગોમાં નવીનતા અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમારી યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો એક નવો અધ્યાય છે. અમારો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શીખવાની એવી અનન્ય તકો પ્રદાન કરવી કરવાનો છે જે ઉદ્યોગ-સંબંધિત અને ભવિષ્ય-કેન્દ્રિત હોય.


Spread the love

Related posts

નોનવેજ સિઝલરના ધુમાડાથી એક પછી એક મહિલાઓ પડવા લાગી:સુરતમાં બેઝમેન્ટના AC હોલમાં,ઓક્સિજનનું પ્રમાણ ઘટ્યું, સફોગેશનથી 20થી વધુ મહિલા બેભાન થઈ

Team News Updates

દક્ષિણ ગુજરાતમાં પૂરની પળોજણ, કુદરતની મહેર લોકમાતાઓમાં વેદનાનું ઘોડાપૂર

Team News Updates

SURAT:દારૂની હેરાફેરી કિન્નરનો વેશ ધારણ કરીને: 3 લાખના મુદ્દામાલ સાથે 5ને ઝડપ્યા, ઈંગ્લીશ દારૂનું કાર્ટિંગ સમયે PCBની રેડ

Team News Updates