રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. મોડી રાત્રે પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. મોડી રાત્રે પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. રાતભર ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં 70 ટકા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. જેના પગલે રાજકોટ, જામનગર, મોરબી સહિતના ફાયર વિભાગની ટીમો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આગ વધુ વિકરાળ બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ રહી છે. રાજકોટના પડધરી ખાતે સહારા યુનાઈટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે.