News Updates
RAJKOT

દેશભરમાં રાજકોટનો ડંકો:ARC પ્રોજેકટ માટે યુએસની એજન્સી દ્વારા એશિયાના ચાર પૈકી ભારતના એકમાત્ર રાજકોટની ‘પાર્ટનર સિટી’ તરીકે પસંદગી

Spread the love

બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ “એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ”માં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે. જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, ક્રીઝરીપબ્લિકના એક-એક શહેરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષના સમયગાળા માટેના એક કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવેલ છે જે ગૌરવની વાત હોવાનું તેમ મેયર ડૉ. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું છે.

વિકાસના પડકારોનો સામનો
એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટ અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા પણ આ અંગેની એક સત્તાવાર જાહેરાતમાં એમ જણાવાયું છે કે, એશિયા રેઝિલિયન્ટ સિટીઝ (ARC) પ્રોજેક્ટને રાજકોટ મહાનગરપાલિકા, મેયર અને રાજકોટના રહેવાસીઓ સાથે મળીને શહેરી વિકાસના પડકારોનો સામનો કરવા માટે ભાગીદારી કરવામાં ગર્વ છે. USAID દ્વારા નિષ્ણાંતો સહિતનું માનવ સંસાધન ભંડોળ પૂરું પાડવામાં આવેલ આ પ્રોજેક્ટ સાતત્યપૂર્ણરીતે લાંબા સમય સુધી જેના લાભો લોકોને મળી શકે તેવા ગુણવત્તાયુક્ત શહેરી વિકાસને પ્રોત્સાહન આપશે. સાથોસાથ પર્યાવરણ બદલાવના પડકારનો પ્રતિકાર કરવાની ક્ષમતામાં વૃદ્ધિ, વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો કરવા, અને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય વિચારણાઓને શહેરી અભિગમમાં એકીકૃત કરવાની બાબતોને પણ પ્રોત્સાહન મળી રહેશે.

ભારતનું 7મું સૌથી સ્વચ્છ શહેર
ARC દ્વારા શહેરના રહેવાસીઓ, સરકારો અને અન્ય હિતધારકોને એવા સંબંધો બનાવવા માટે પણ જોડશે જે આ પ્રોજેક્ટના અંત પછી પણ ચાલુ રહેશે. યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) દ્વારા વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, રાજકોટ ભારતના ગુજરાત રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે, અને તે રાજ્યના મુખ્ય વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે. રાજકોટ ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે, અને તેની વસતિ લગભગ 2 મિલિયન જેટલી છે. રાજકોટ ભારતના સ્માર્ટ સિટી મિશનનો એક ભાગ છે અને તેને સ્વચ્છ ભારત મિશન (સ્વચ્છ ભારત અભિયાન) હેઠળ ભારતનું 7મું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.

હીટ વેવમાં ક્રમશ: વધારો થયો
તાજેતરના વર્ષોમાં રાજકોટમાં ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોવા સાથે શહેરમાં ગરમીના મોજા (હીટ વેવ) અને તેની તીવ્રતામાં ક્રમશ: વધારો થયો છે. ARC રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય સરકારી વિભાગો, શિક્ષણવિદોઅને રહેવાસીઓ વગેરે સાથે ગાઢ ભાગીદારીમાં સાથે મળીને, આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરી વાતાવરણને રહેવા યોગ્ય ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરશે. શહેર સાથેની તેની ભાગીદારી દરમિયાન, ARC વિવિધ પ્રકારના કામ કરશે. અને ટકાઉ શહેરી વિકાસ માટે સિસ્ટમ અભિગમને ટેકો આપવા માટેના સાધનો અને લોકોને તેમાં સામેલ કરવાનું આયોજન છે.


Spread the love

Related posts

રાજકોટમાં દુકાનોની હરાજી:જીજાબાઈ ટાઉનશીપમાંથી મનપાને 3.08 કરોડની આવક, એક દુકાનની 11.70 લાખ અપસેટ પ્રાઈઝ સામે 33.60 લાખ મળ્યા

Team News Updates

PADADHARIમાં મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર શરૂ,ભાજપ અગ્રણી રોહિત ચાવડાની રજુઆતને સફળતા

Team News Updates

RAJKOT:આશ્રમમાં ગાંજાનું વાવેતર મળ્યું હતું:રાજકોટના વાગુદડમાં સાધુનો સરકારી જમીન પરનો આશ્રમ તોડી પડાશે,મામલતદારે ત્રણ મુદ્દત આપી છતાં એકેય અનુયાયી ખુલાસો કરવા આવ્યો નહીં

Team News Updates