News Updates
SURAT

15 વર્લ્ડ રેકોર્ડ ભારતના એકમાત્ર યુવકના નામે; હાલમાં જ સુપર એથ્લિટનો રેકોર્ડ તોડ્યો,આ સ્ટંટમેનના અક્ષયકુમાર પણ દીવાના

Spread the love

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવું એ પણ ગર્વની વાત છે. ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ ગિનિસ બુકમાં અમુક લોકો જ નામ નોંધાવી શકે છે. ત્યારે એક ભારતીય જોડે વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે. સુરતના વિસ્પી ખરાડીને ડબલ MBA અને દેશની મોટી બેંકમાં સિનિયર મેનેજરની નોકરીમાં લાખોના પેકેજમાં પણ કિક ન મળતા અંતે માર્શલ આર્ટસ અને રિસ્કી સ્ટંટ શરૂ કર્યા અને આજે તેઓ દેશના એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે રિસ્કી સ્ટંટમાં અલગ અલગ 15 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મેળવ્યા છે.

  1. 2024 – સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર નખોની સેન્ડવીચ (10 સ્તરો)
  2. 2024 – સૌથી વધુ સમય સુધી હર્ક્યુલિસ પિલર પકડી રાખવાનો સમય –2:10:75 (મિનિટ/સેકંડ/મિલિસેકંડ)
  3. 2023 – બેડ ઓફ નેલ્સ પર સૌથી વધુ વજનના કોંક્રિટ બ્લોક તોડી નાખવાનું (964.8 કિગ્રા)
  4. 2023 – 1” બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ લોકો
  5. 2023 – 1 મિનિટમાં સૌથી વધુ લોખંડની દાંડી માથાથી વાળી (24 લોખંડની દાંડીઓ)
  6. 2022 – 1 મિનિટમાં હાથથી સૌથી વધુ ડ્રિન્ક કેન નચોડી નાખવી (89 કેન)
  7. 2022 – 1 મિનિટમાં કોણીથી સૌથી વધુ કોંક્રિટ બ્લોક તોડી નાખવી (64 બ્લોક્સ)
  8. 2022 – બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર સૌથી વધુ વજનના કોંક્રિટ બ્લોક તોડી નાખવાનું (528 કિગ્રા)
  9. 2019 – 1 મિનિટમાં ગળાથી સૌથી વધુ લોખંડની દાંડી વાળી (21 દાંડીઓ)
  10. 2019 – સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર નખોની સેન્ડવીચ (9 સ્તરો)
  11. 2018 – બેડ ઓફ નેલ્સ સેન્ડવીચ પર પેટ પર 1 મિનિટમાં સૌથી વધુ તરબૂચ કાપવું (37 તરબૂચ)
  12. 2017 – જાપાનીઝ કટાના વડે પેટ પર 1 મિનિટમાં સૌથી વધુ તરબૂચ કાપવું (49 તરબૂચ)
  13. 2017 – સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર નખોની સેન્ડવીચ (8 સ્તરો)
  14. 2015 – સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર નખોની સેન્ડવીચ (6 સ્તરો)
  15. 2011 – સૌથી વધુ સ્તરવાળી માનવી અને ખાટલા પર નખોની સેન્ડવીચ (5 સ્તરો)

માર્શલ આર્ટમાં નિષ્ણાંત અને લોકોને ફિટનેસની ટ્રેનિંગ આપતા સુરતના વિસ્પી ખરાડી તાજેતરમાંચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે એક એવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો કે જેને જોઈને લોકો દાંત તળે આંગળીઓ દબાવી બેઠા. તેમણે તાજેતરમાં સુપર હ્યુમન કહેવાતા એથલેટ કેલ્વિન ઝિન્કનો રેકોર્ડ તોડ્યો છે. કેલ્વિનની ઊંચાઈ 6 ફૂટ 7 ઇંચ હતી, અને તેણે 160 કિલોના બે પિલર 1 મિનિટ 40 સેકન્ડ સુધી પકડી રાખ્યા હતા. જ્યારે વિસ્પીએ આ જ રેકોર્ડ તોડીને 160 કિલોના બે પિલર 2 મિનિટ 10 સેકન્ડ સુધી પકડી રાખ્યા અને કેલ્વિનનો રેકોર્ડ તોડી નાંખ્યો. આવા અલગ-અલગ સ્ટંટ કરીને તેમણે 15 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તેમના નામે કર્યા છે.

વિસ્પીના સ્ટંટના ચાહક સ્વયં બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર છે. સામાન્ય રીતે જ્યારે તેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે છે, ત્યારે અક્ષય કુમારની હાજરી નક્કી હોય છે. વિસ્પી તમામ લોકોને ફિટનેસની ટ્રેનિંગ આપે છે. ખાસ વાત એ છે કે, તેઓ સુરત પોલીસના ઘણા જવાનોને પણ ફિટનેસ માટે મફત સેવા આપે છે. આવતા દિવસોમાં તેઓ વધુ રેકોર્ડ બનાવવાની ઈચ્છા રાખે છે, જેથી દુનિયામાં ખબર પડે કે ભારતના લોકો માત્ર માનસિક રીતે જ મજબૂત નથી, પરંતુ શારીરિક રીતે પણ અત્યંત મજબૂત છે.

વિસ્પી જણાવ્યું હતું કે, અત્યાર સુધીના તમામ રેકોર્ડ પૈકી કેટલાક યાદગાર અને મુશ્કેલ છે તેમાંથી એક નેલ બેડ સેન્ડવીચ વાળો રેકોર્ડ છે. તેમાં ખીલાની ઉપર સેન્ડવીચ તરીકે લેયર ઉપર હોઈએ છીએ. હાલ ત્રણ લેયર પર 15મો રેકોર્ડ કર્યો છે એ ટીમના કારણે ખૂબ જ મુશ્કેલ સ્ટંટ હોય છે. કારણ કે એમાં મારી સેફ્ટીની સાથે મારી ટીમની સેફ્ટી પણ જોવી જરૂરી હોય છે. કોઈને કશું થવું ન જોઈએ અને ઈન્ડિવિજ્યુઅલ રેકોર્ડની વાત કરું તો આયન ડોટ બેન્ડિંગ વિથ હેડ જે રેકોર્ડ કર્યા હતા. એ ખૂબ જ મુશ્કેલ સ્ટંટ હતો અને 14મો રેકોર્ડ હતો. હેર્ક્યુલસ પીલરવાળો મેક્સિમમ ટાઈમ હોલ્ડિંગ રેકોર્ડ મળ્યો છે જે અત્યાર સુધીમાં મારી માટે સૌથી મુશ્કેલ રેકોર્ડ છે.

તેઓએ જણાવ્યું હતું કે, ફિઝિકલી આસ્પેક્ટથી આ મુશ્કેલ હોય છે આ કરવા માટે મને પરમિશન પણ મળતી નહોતી. કારણ કે હરક્યુલસ પીલર રેકોર્ડનો રેકોર્ડ અગાઉ સ્ટ્રોંગ મેન એથલિટ્સ કેલ્વિન કરીને છે તેમના નામે હતો. સ્ટ્રોંગ મેન એથલિટ્સ શરીરથી ખૂબ જ મજબૂત હોય છે એમની હાઈટ પણ છ ફૂટ પાંચ કે સાત ઇંચથી વધારે હોય છે. તેઓ દોઢસોથી સવાસો કિલોના હોય છે. એ રેકોર્ડ મને બ્રેક કરીને મારે પ્રુફ કરવાનું હતું કે, ભારતીયોના જેનેટિક વિક નથી હોતા આપણે મગજથી વધારે મજબૂત હોઈએ છીએ ધારી શકીએ તો કઈ પણ કરી શકીએ છીએ.


Spread the love

Related posts

SURAT:6 વર્ષની બાળકી સાથે દુકાનદારે કર્યો અડપલા,ઉધનામાં સામાન ખરીદવા ગયેલી

Team News Updates

 SURAT:5 લાખનો ઉભો પાક બળીને ખાખ,7 વિઘામાં શેરડીનો પાક સળગાવી નાખ્યો ,મિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાઈ 

Team News Updates

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Team News Updates