News Updates
MORBI

MORBI:SMCની રેડ મોરબી નજીક કોલસાના ગોડાઉનમાં: બે કરોડથી વધુનો મુદ્દામાલ ઝપ્ત,કંડલાથી રાજસ્થાન જતા કોલસાના જથ્થામાંથી ચોરી અને વેપારી સાથે છેતરપિંડી

Spread the love

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક SMCની ટીમ દ્વારા કોલસાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. ત્યાં કંડલા પોર્ટથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા કોલસાના ટ્રકો ઊભા રાખીને તેમાંથી કીમતી કોલસો કાઢીને નબળી ગુણવત્તાનો કોલસોને મિક્સ કરવામાં આવતો હતો. આ કોલસાની ચોરી, વિશ્વાસઘાત અને છેતરપિંડીથી કરવામાં આવતી હોવાની બાબત સામે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે SMCની ટીમ દ્વારા ગુનો નોંધાવવા માટે થઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અંદાજે 2 કરોડો રૂપિયાનો મુદ્દામાલ કરજે કર્યો છે.

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં SMC દ્વારા દારૂનું ગોડાઉન, ડુપ્લીકેટ ઓઇલ, ડીઝલ ચોરી વગેરે જેવી બાબતોમાં રેડ કરવામાં આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આજે શનિવારની વહેલી સવારે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા અને ગુંગણ ગામ પાસે કોલસાના ગોડાઉનની અંદર SMCની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે અને ત્યાં કોલસામાં ભેળસેળ કરીને નબળી ગુણવત્તાનો કોલસો વેપારીઓને આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

વધુમાં પોલીસ અધિકારીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે કંડલા પોર્ટ ઉપર જે કોલસો ઉતારવામાં આવે છે, તેમાંથી મોટાભાગે રાજસ્થાન અને ભીલવાડા તરફ કોલસાનો જથ્થો મોકલવામાં આવતો હોય છે. જોકે કંડલા પોર્ટથી સીધા રાજસ્થાન તરફ ટ્રક જવાના બદલે આ ગોડાઉનમાં ટ્રક આવતા હતા અને તેમાંથી કીમતી કોલસાનો મોટો જથ્થો ગોડાઉનમાં ઉતારી લેવામાં આવતો હતો અને તેની જગ્યાએ નબળી ગુણવત્તાના કોલસાને ઉમેરવામાં આવતો હતો.

આમ ટ્રકમાંથી કોલસાની ચોરી કરીને વેપારીઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હોવાથી હાલમાં કોલસાનો જથ્થો તથા ત્યાં પડેલા ટ્રક-કાર સહિતના વાહનો મળીને લગભગ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Spread the love

Related posts

મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિવાદ:પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતી પટેલનું 38 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું

Team News Updates

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates

મોરબી: વઘાસિયા નજીક ઉભું કરાયું હતું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું

Team News Updates