News Updates
EXCLUSIVEGUJARATJUNAGADH

વિસાવદરમાં વાવાઝોડું: આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઈટાલીયાની ૧૭૫૮૧ મતથી જીત

Spread the love

વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી આજ સવારથી હાથ ધરવામાં આવી હતી. ગોપાલ ઇટલીયાએ ભાજપના ઉમેદવારને ટક્કર આપી છે. મતદારોએ ભાજપ-કોંગ્રેસ કે આપ એ ત્રણમાંથી પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો છે. વિસાવદરમાં 56.89 ટકા અને કડીમાં 57.90 ટકા મતદાન થયું હતું. ત્યારે વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે.

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરકાયો છે. 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત, ભાજપના કિરીટ પટેલને મળ્યા 58,325 મત, કોંગ્રેસની ડિપોઝીટ ડૂલ માત્ર 5491 મત જ લઈ શકી, ઇટાલિયાની 17,581 મતથી જીત, પોતાના જ આપના પુરોગામી વિજેતા ઉમેદવાર (ભુપત ભાયાણી હાલ ભાજપમાં) થી 10000થી વધુ વિજયી મત લઈ આવ્યા અને સીટ જાળવી રાખી છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટલીયાએ બાજી મારી છે અને 17,581 મતોથી તેમણે જીત મેળવી છે.

આ બેમાંથી ખાસ કરીને વિસાવદરની બેઠક ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. ગત ચૂંટણી વખતે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી વિજેતા બની હતી પરંતુ ત્યારબાદ ધારાસભ્ય ભાજપમાં ભળી જતા આ બેઠક ખાલી પડી હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાને મેદાનમાં ઉતારેલા છે અને તેના પ્રચાર માટે આપના સંયોજક અરવિદ કેજરીવાલ એકથી વધુ વખત પ્રચાર માટે આવી ગયા હતા ત્યારે વિસાવદરની બેઠક આમ આદમી પાર્ટીને ફળી છે.


Spread the love

Related posts

50 ઇંચ વરસાદ તૂટી પડ્યો માત્ર 5 દિવસમાં, બેટ બન્યું દ્વારકા

Team News Updates

24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:જૂનાગઢમાં દાંડિયાં રમતાં રમતાં યુવક કોચિંગ ક્લાસમાં ઢળી પડ્યો, સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી પણ જીવ ન બચ્યો

Team News Updates

RAJKOTથી પોલીસ કમિશ્નર તો ગયા, પરંતુ પોતાના અંગત વહીવટદારને સાથે લઇ જવાનું ભુલી ગયા??

Team News Updates