News Updates
NATIONAL

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના સતત ઓબ્ઝર્વેશનમાં રહેવાને કારણે અનુજ પટેલના સ્વાસ્થયમાં ઝડપથી સુધારો જોવા મળી રહ્યો છે.

Spread the love

રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જે પછી સર્જરી કર્યા બાદ તેમની મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અનુજ પટેલની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે. ગઇકાલે અનુજ પટેલના બ્લડ રિપોર્ટ તેમજ સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યા છે. તબિયત સુધારા પર હોવાનું તબીબો દ્વારા જણાવાતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

અનુજ પટેલનું તબીબો દ્વારા સતત ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યુ છે. નિષ્ણાંત તબીબોના ઓબ્ઝર્વેશનમાં રહેવાનો ફાયદો અનુજ પટેલને મળી રહ્યો છે. અનુજ પટેલનું કાર્ડીયોલોજીસ્ટ, મેડિસીન વિભાગ, ન્યુરોલોજીસલ્ટ તેમજ નેફરોલોજસ્ટ વિભાગના નિષ્ણાંત તબીબો સતત મોનીટરિંગ કરી રહ્યા છે. આ જ મોનિટરિંગના કારણે અનુજ પટેલના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જઇ રહ્યો છે. જો કે હજુ પણ અનુજને તબીબોના ઓબ્ઝર્વેશનમાં સતત રહેવાની જરુર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના દીકરા સાથે હોસ્પિટલમાં હાજર જ રહે છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે જ્યારે મુલાકાત માટે આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી તમામ શુભચિંતકોને મુંબઇની હોસ્પિટલમાં ખબર પુછવા ન આવવા અપીલ કરી છે. જેથી કરીને હોસ્પિટલના અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે.


Spread the love

Related posts

‘મોચા’ તોફાને પકડ્યો વેગ, NDRFની ટીમોને તૈનાત કરાઈ

Team News Updates

National:અસુરક્ષિત હવે શાળામાં પણ બાળકીઓ,યૌનશોષણ થાણેમાં બે બાળકી સાથે લોકોનો ગુસ્સો ભડક્યો; બદલાપુર રેલવે સ્ટેશન ઘેર્યું

Team News Updates

50 ટુકડા કર્યા કસાઈ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના:રેપ કરી દુપટ્ટાથી ગળું દબાવ્યું;હત્યાનું રહસ્ય ખૂલ્યું જંગલમાં કૂતરાને બોડી પાર્ટ ખાતા જોઈને,હૃદયદ્રાવક ઘટના ઝારખંડની

Team News Updates