News Updates
RAJKOTSAURASHTRA

આખલાએ યુવતીને ઉલાળ્યાના CCTV:રાજકોટમાં ભૂરાયો થયેલો આખલો રસ્તા પર દોડતો દોડતો આવ્યો ને ચાલુ ટુવ્હિલર પર જતી યુવતીને ઢીંક મારી પછાડી

Spread the love

રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આખલાએ યુવતીને ઢીંકે ચડાવતા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોવા મળે છે કે, વન વે રોડ પર સામેના રસ્તા પરથી આખલો દોડતો દોડતો આવે છે અને ડિવાઈડર પૂરું થતા તે યુવતી ટુવ્હિલર લઈને આવતી તે તરફના રસ્તા તરફ અચાનક ટર્ન લે છે. બાદમાં ચાલુ ટુવ્હિલર પર રહેલી યુવતીને ઢીંક મારે છે. આથી યુવતી ટુવ્હિલર સાથે રોડ પર પટકાય છે અને આખલો ટુવ્હિલર કૂદીને જતો રહે છે.

ઈજાગ્રસ્ત યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આખલાના હુમલાનો ભોગ બનેવી યુવતી જીજ્ઞાબેન નારણભાઇ મકવાણા (ઉં.વ.24)એ રખડતા ઢોરના નવા કાયદા મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના હું મારા ફઈ લાભુબેન જે ગોવિંનદગર વિસ્તારમાં રહેતા હોય તેમના ઘરેથી મારા ઘરે જવા માટે એક્સેસ લઈને જતી હતી.

યુવતીને હાથ અને પગમાં ઈજા પહોંચી
ત્યારે 6.30 વાગ્યા આસપાસ હું લાખના બંગલાવાળા રોડ પર વેલનાથ ચોક પાસે પહોચી હતી. ત્યારે અચાનક સામેના રોડ તરફથી એક કાળા રંગનો આખલો દોડી આવ્યો હતો. આખલાએ મને ઢીંક મારતા હું વાહન સાથે ત્યાં પડી ગઈ હતી. મને જમણા હાથના કાંડાથી ઉપરના ભાગે તથા ડાબા હાથની હથેળીમાં અને ડાબા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી છે.

યુવતીએ નજીકના હોસ્પિટલે પાટાપિંડી કરાવી
આ સમયે મારા કાકા રમેશભાઇ જે ત્યાં રોડ પ૨ આવેલા હનુમાનજી મંદિર પાસે ઉભા હતા તે મને ઓળખી જતા મારી પાસે આવ્યા હતા. મને તેમનું ઘર ત્યાં જ આવેલ હોય મને લઈ ગયા હતા. મારા કાકાએ આ બનાવ બાબતે મારા ઘરે જાણ કરી હતી. બાદમાં મારા કાકા મને સારવાર માટે નજીક આવેલા વ્રજ ક્લિનિકમાં લઈ ગયા હતા. ડોક્ટરે પાટાપિંડી કરતા મારા ઘરે જતી રહી હતી.

જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ
આ પછી રૂબરૂ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવી આ બનાવ બાબતે ફરિયાદ કરવા માટે આવી છું, આ ઢોર માલિકે તેનું પશુ બેદરકારીપૂર્વક રખડતું મુક્યું હોય જેથી રખડતા પશુને કારણે કોઈને હાનિ થવાની શક્યતા રહેલી હોય તેમ છતાં બેદરકારીથી રખડતા પશુએ મને ઢીંક મારતા ઈજા પહોંચી હોય જેથી આ ઢોર માલિક તથા જવાબદાર લોકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી ફરિયાદ છે.

ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા પશુમાલિક વિરૂદ્ધ ગુનો નોંધ્યો
હાલ ગાંધીગ્રામ પોલીસે કાળા કલરનો આખલો જે તેના માલિકે બેદરકારીપૂર્વક રખડતો મુક્યો હોય જેથી માલિક તથા જવાબદાર વિરુદ્ધ આઇપીસી કલમ 289 તથા જી.પી. એકટ કલમ 90(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં આખલા પાછળ બાઇક પર હાથમાં લાકડી આવતો યુવાન પણ દેખાય છે. આખલાનો માલિક આ યુવાન છે કે નહીં તે અંગે પોલીસે જણાવ્યું હતું કે, હાલ તપાસ કરી રહ્યા છીએ.


Spread the love

Related posts

વૃક્ષારોપણ:ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું

Team News Updates

ગોંડલ નજીક આવેલા સુલતાનપુરમાં એકલવ્ય વિદ્યા સંકુલની હોસ્ટેલમાં 17 જુલાઈએ બનેલી ઘટના

Team News Updates

RAJKOT:કીર્તિદાનનાં ડાયરા સહિતનાં આયોજનો, મટકી ફોડ સ્પર્ધા ,મનપા દ્વારા દિવાળીની જેમ રોશનીથી શણગાર કરાશે,રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

Team News Updates