News Updates
BUSINESS

સોનું 62 હજારની નજીક પહોંચ્યું:ચાંદી 76 હજારને પાર, સોનું વર્ષના અંત સુધીમાં 65 હજાર સુધી જઈ શકે છે

Spread the love

આજે એટલે કે ગુરુવારે (4 મે) બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 521 રૂપિયા વધીને 61,565 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 56,393 રૂપિયા થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર સુધી જઈ શકે છે.

ચાંદી 76 હજારને પાર
IBJAની વેબસાઈટ મુજબ આજે ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. તે 1077 રૂપિયા મોંઘી થઈને 76,359 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. પહેલા તે 75,282 રૂપિયા હતી.

આ મહિનાના માત્ર 4 દિવસમાં સોનું 1,397 રૂપિયા મોંઘુ થયું
મેના માત્ર 4 દિવસમાં સોનું 1,396 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. એપ્રિલના અંતે સોનું રૂ. 60,168 પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે રૂ. 61,565 પર પહોંચી ગયું છે. બીજી તરફ જો આ વર્ષની વાત કરીએ તો 1 જાન્યુઆરીએ તે 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું.

સોનું 65 હજાર સુધી જઈ શકે છે
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાનો અંદાજ છે કે આ વર્ષે ચાંદી રૂ. 90,000/કિલો સુધી જઈ શકે છે. ઔદ્યોગિક માગમાં વધારો અને સોનાના ઊંચા ભાવને કારણે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે.


Spread the love

Related posts

દેશને આર્થિક ગતિ આપવાથી લઈ વાંચો ગૌતમ અદાણીએ AGM મા કરેલી મહત્વની જાહેરાત

Team News Updates

MSMEમાં ધિરાણકર્તાઓના વિશ્વાસ માટે વધતાં જતાં ક્રેડિટ પેનિટ્રેશન પોઈન્ટ્સ

Team News Updates

શેરબજારમાં આજે તેજી:સેન્સેક્સ 130 પોઈન્ટના વધારા સાથે 62,157 પર ખુલ્યો, તેના 30માંથી 21 શેર વધ્યા

Team News Updates