News Updates
SAURASHTRA

Ahmedabad: ખાનગી કંપની દ્વારા સિવિલ હોસ્પિટલને મળી 1.28 કરોડની રકમના ઉપકરણોની મળી ભેટ

Spread the love

Ahmedabad: ખાનગી કંપની દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીનું સૌથી મોટુ દાન મળ્યુ છે. ખાનગી કંપનીના સહયોગથી સિવિલને 1.28 કરોડની રકમના ઉપકરણોની ભેટ મળી છે. જેમા ડિજીટલ એક્સ-રે, વીડિયો ગેસ્ટ્રોસ્કોપ, IITV જેવા અત્યાધુનિક મશીનોના મળેલા દાનના પરિણામે ‘નિદાન થી સારવાર’ સુધીની સેવા વધુ સરળ અને સાનુકૂળ બનશે.

CSR (Corporate Social responsibility) સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવતા જે.એમ. ફાઇનાન્સીયલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત રૂ.1.28 કરોડની રકમના વિવિધ ઉપકરણોનું દાન કરાયુ છે. આ કંપની દ્વારા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં આવતા દર્દીઓની સુખાકારીમાં વધારો કરવા અને ખાસ કરીને બાળરોગ સર્જરીના સચોટ નિદાન માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોનું દાન કરાયું છે. સમયની માંગ આધારિત અત્યંત મોંઘા અને અત્યાધુનિક ઉપકરણો આ કંપની દ્વારા હોસ્પિટલને ભેટ કરવામાં આવ્યા છે.

આ અગાઉ પણ જે.એમ.ફાઇનાન્સીઅલ ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડીજીટલ એક્સ-રે મશીનનું દાન કરવામાં આવ્યું હતુ. જેના પરિણામે આજે સિવિલ હોસ્પિટલમાં એક્સ-રેની સુવિધા અત્યંત સરળ બની છે. જેની મદદથી અત્યાર સુધીમાં અંદાજે 1.27 લાખ એક્સ રે પાડવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આ દાનનો સ્વીકાર કરતા  હ્રદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંદાજીત રૂ. 1.28 કરોડની રકમના મળેલા વિવિધ ઉપકરણો સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સારવાર, સર્જરી સંલગ્ન આરોગ્ય સેવા અને સુવિધાઓને સરળ તેમજ સાનુકૂળ બનાવશે તેવો ભાવ ડૉ. જોષીએ વ્યક્ત કર્યો હતો.

આ કંપની દ્વારા ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ સી.એસ.આર. હેઠળ વિવિધ દાન કરવામાં આવે છે. તેમજ સમાજઉપયોગી કાર્યો કરવામાં આવતા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. તેમણે વધુમાં કહ્યું કે, આ કંપનીએ ઉદાર ભાવ રાખીને દર્દીઓના કલ્યાણ અર્થે કરેલ વિવિધ ઉપકરણોનું દાન ખરા અર્થમાં નિદાન અને સારવારને સચોટ, સરળ અને ત્વરીત બનાવવા માટે લાભદાયી નિવડશે.

CSR માં મળેલ મશીનો અને તેની વિશેષતાઓ

રૂ. 23 લાખની કિંમતના હાઇ ફ્રિકવન્સી સી.આર્મ મશીન વીથ ડી.એસ.એ. આ અત્યાધુનિક IITV મશીન ઉપલબ્ધ બનતા તેમાં એક લાખથી વધારે વીડિયો અને ઇમેજ સેવ કરી શકાય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં દાખલ થતા કુલ બાળદર્દીઓના લગભગ 40 ટકા દર્દીઓને આઇ.આઇ.ટી.વી.ની જરૂરીયાત ઓપરેશન પહેલા, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી પણ ઉભી થતી હોય છે. આ મશીન ઉપલબ્ધ બનતા દર્દીઓની બિમારીના સચોટ નિદાન અને સારવાર માટે ઉપયોગી બની રહેશે.

રૂ. 25 લાખની કિંમતનો વીડિયો ગેસ્ટ્રોસ્કોપ

અત્યાર સુધી વીડિયો ગેસ્ટ્રોસ્કોપની અપૂર્તિના કારણે જે બાળકોને આની જરૂર પડતી હતી તેમને બહાર મોકલવા પડતા હતા .આ ગેસ્ટ્રોસ્કોપની મદદથી અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડી એટલે કે પીન, સિક્કો અને બેટરી સેલ જેવા ગંભીર અથવા જોખમી પદાર્થોને કાઢવા માટે અત્યાધુનિક સારવાર સુવિધા મળી રહેશે.

રૂ. 6 લાખની કિંમતના 2 મેડિકલ ગ્રેડ મોનીટર

મેડિકલ ગ્રેટ મોનિટર જે મળ્યા છે તેને ઓપરેટિવ કેમેરા સાથે કનેક્ટ કરવામાં આવશે. જેના પરિણામે દરેક સર્જરીને રેકોર્ડ કરી શકાશે. જે આગળ જઇને અભ્યાસ અર્થે જન ઉપયોગી બની રહેશે.

રૂ. 5 લાખની કિંમતના 2 ઓપરેશન ટેબલ , રૂ. 32 લાખની કિંમતના 2 એનેસ્થેસિયા વર્કસ્ટેશન

આ બે ઓપરેશન ટેબલ અને બે એનેસ્થેસિયા ટ્રોલી થી નાના બાળકોને વધું સુરક્ષિત રીતે એનેસ્થેસિયા આપી શકશે. બાળરોગ સર્જરી વિભાગમાં આવતા 500 ગ્રામ થી માંડી અને 50 કિલોના વજન સુધીના દર્દીના ઓપરેશન કરવાની સુવિધા વધારે સરળ અને સુરક્ષિત બનશે.


Spread the love

Related posts

રાજકોટની APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7480 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Team News Updates

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાક નુકસાની અંગે વિશેષ પેકેજ જાહેર

Team News Updates

ગોંડલમાં કમોસમી વરસાદને કારણે પાકને નુક્સાન, ખેડૂતો રડી પડ્યા

Team News Updates