News Updates
RAJKOTSAURASHTRA

‘સની પાજી દા ઢાબા’ ફરી વિવાદમાં:રાજકોટ ફૂડ વિભાગના દરોડામાં 10 કિલો વાસી પનીર અને 7 કિલો પ્રિપેડ ફૂડ મળ્યું, ઠેર-ઠેર ગંદકીના ગંજ

Spread the love

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ ખાતે આવેલ ‘સની પાજી દા ઢાબા’ની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ 10 કિ.ગ્રા. વાસી પનીર અને 07 કિલો પ્રિપેડ ફૂડનો વાસી અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તથા પનીર (લુઝ)નો નમુનો લઈ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે.

20 વેપારીને નોટિસ ફટકારાઈ
પ્રાપ્ત વિગત મુજબ, સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ મુકામે આવેલ બલી’સ પંજાબી ઢાબામાં તપાસ કરતાં પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા માટેની નોટિસ આપવામાં આવી હતી. તથા પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવ્યો હતો. આ સિવાય ઢોસા હબ અને મેહુલ’સ કિચનની ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના બજરંગવાડી મેઇન રોડ તથા રેસકોર્ષ ફનવર્લ્ડનાં હોકર્સ ઝોનમાં ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 27 નમુનાની સ્થળ પર જ ચકાસણી કરી 20 ધંધાર્થીઓને લાઇસન્સ સહિતની બાબતે સૂચના આપવામાં આવી હતી.

ચકાસણીની વિગત

  • રાધે-રાધે આચાર & સરબત -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • મોબત ખપે રસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • બાલમુકુન્દ સ્વીટ માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • આવકાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • રવેચી દુગ્ધાલય -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • ભવાની કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • શિવ શક્તિ બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • રાજ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • શિહોરી ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • આનંદ પાન & કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • જય સોમનાથ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • સંતોષ ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • A1 ચાઇનીઝ & પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • બાલાજી ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • ન્યુ કૈલાશ પાઉંભાજી & પુલાવ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • સંતોષ ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • શ્રીનાથજી ભેળ પૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • સંતોષ ભેળ & રગડો પૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • કનૈયા અમેરીકન મકાઇ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના
  • લાલો કે લાલ ધોરાજીના ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ
  • વડોલીયા એજન્સી
  • અમૃત ડેરી ફાર્મ
  • મહેરાજ ફરસાણ માર્ટ
  • હિન્દ બેકરી
  • ગજાનન પાન & કોલ્ડ્રિંક્સ
  • જય બજરંગ પ્રોવિઝન સ્ટોર
  • રાધે ફરસાણ & કેટરર્સ
  • મંગલ અમુલ પાર્લર
  • ગાયત્રી ડેરી ફાર્મ
  • A-1 સ્ટીમ ઢોકળા
  • આઝાદ ગોલા
  • મન્નત અમેરીકન મકાઇ
  • નાથજી પાઉંભાજી
  • આમચી બોમ્બે સેન્ડવીચ

નમુનાની કામગીરી

  • પનીર (લુઝ): સ્થળ -સની પાજી દા ઢાબા, સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ.
  • પનીર (લુઝ): સ્થળ -બલી’સ પંજાબી ઢાબા, સર્વેશ્વર ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ.
  • પનીર (લુઝ): સ્થળ -શ્યામ ડેરી, વિવેકાનંદનગર શેરી નં.9, કોઠારીયા રોડ, રાજકોટ.
  • કેરીનો રસ (લુઝ) : સ્થળ – જય ગોકુલ રસ ભંડાર, મોરબી હાઇ-વે, બેડી ચોકડી પાસે, વેલનાથપરા સોસાયટી-23, રાજકોટ.
  • કેરીનો રસ (લુઝ) : સ્થળ – સહજાનંદ સ્વીટ & આઇસક્રીમ, તિરુપતિ સોસાયટી -6, બ્રહ્મસમાજ-5 કોર્નર, રૈયા રોડ, રાજકોટ.
  • FRESH CREAM (LOOSE) : સ્થળ – રામ ઓર શ્યામ ગોલાવાળા, રોયલ પેલેસ, શોપનં. 5, જલારામ પેટ્રોલ પંપની સામે, કાલાવડ રોડ, રાજકોટ.
  • ‘ફ્રેશ ક્રીમ’ કાજુ ગુલકંદ મીડિયમ ફેટ આઇસક્રીમ (5 લી. પેક્ડ) : સ્થળ -શોપ નં.38, સુવર્ણ ભૂમિ કોમ્પ્લેક્ષ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉન શીપ પાસે, રાજકોટ

Spread the love

Related posts

મનપાનું બુલડોઝર ફરી વળ્યું:કણકોટ રોડ પર 12 ગેરકાયદે મકાનો સહિતનાં દબાણો દૂર કરી રૂ. 84.80 કરોડની 5326 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ

Team News Updates

વૃક્ષારોપણ:ભાવનગરમા ઉમરાળા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનું દાન કરી પોતાના વતનને લીલુંછમ બનાવ્યું

Team News Updates

RAJKOTમાં SHIMLA અને MANAL જેવો માહોલ, રોડ રસ્તા પર બરફની ચાદર જોવા મળી

Team News Updates