News Updates
NATIONAL

ઢોરના ડબ્બામાં 35 દિવસમાં 89 ગાયનાં મોત:જામનગર મનપાના વિપક્ષી નેતાએ સરપ્રાઇઝ વિઝિટ કરી કહ્યું- ‘આ ઢોરનો નહીં, મોતનો ડબ્બો છે’

Spread the love

જામનગર શહેરના સોનલનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલી ગાય માટે પૂરતી સુવિધાના અભાવે દરરોજ ચારથી પાંચ ગાયનાં મોત થતાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. ઢોરના ડબ્બાની બદતર સ્થિતિ જોઈ વિપક્ષી નેતાએ કહ્યું હતું કે આ ઢોરનો નહીં, મોતનો ડબ્બો છે, સાથે માગ કરી હતી કે જો મનપા અહીં પૂરતી સુવિધા ઊભી ન કરી શકે તો આ ગાયને મુક્ત કરવામાં આવે.

શહેરના એક જ ઢોરના ડબ્બામાં 35 દિવસમાં 89 ગાયનાં મોત
જામનગર શહેરમાંથી રખડતાં ઢોર પકડ્યાં બાદ મહાનગરપાલિકા એના અલગ અલગ ત્રણ ઢોરના ડબ્બામાં એમને રાખે છે, જેમાં સોનલનગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં ફ્કત ગાયને રાખવામાં આવે છે, જ્યારે રણજિતનગર અને બેડેશ્વરમાં આવેલા ઢોરના ડબ્બામાં ખૂટિયાને રાખવામાં આવે છે. આજે જે ગાયના મોતનો આંકડો સામે આવ્યો છે એ ફ્કત સોનલનગર વિસ્તારમાં આવેલા એક જ ઢોરના ડબ્બાનો છે.

ઢોરનો ડબ્બો બન્યો, પણ છાંયડા માટે શેડ ન બન્યો
જામનગરના સોનલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલા ઢોરના ડબ્બાનો સપ્ટેમ્બર 2022થી ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. અહીં હાલ 1000 જેટલી ગાય રાખવામાં આવી છે, પરંતુ તમામ ગાયને છાંયડો મળે એ માટે શેડની પૂરતી વ્યવસ્થા જ નથી. ધોમધખતા તાપમાં દિવસભર 900 જેટલી ગાય ખુલ્લામાં જ રહે છે.

વિપક્ષે કહ્યું- ‘ગાય માટે પૂરતી સુવિધા ન થાય તો મુક્ત કરો’
જામનગર મનપાના નેતા વિપક્ષ ધવલ નંદાએ તેમની ટીમ સાથે આજે ઢોરના ડબ્બાની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ઢોરના ડબ્બામાં દરરોજ ચારથી પાંચ ગાયનાં મોત થતાં હોવાનો નેતા વિપક્ષે આક્ષેપ કર્યો હતો, સાથે એવી માગ કરી હતી કે જો આ 1000 ગાય માટે પૂરતી સુવિધા અને સારવારની વ્યવસ્થા ન થાય તો એમને મુક્ત કરી દેવામાં આવે.

ઢોરના ડબ્બામાં મોટી સંખ્યામાં ગાયનાં મોત થવાનું કારણ શું?
સોનલનગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બાના કર્મચારીએ કહ્યું હતું કે શેરીમાં રખડતી ગાય એઠવાડ અને પ્લાસ્ટિક ખાતી હોય છે. એને પકડીને અહીં લાવ્યા બાદ લીલો ઘાંસચારો અપાતો હોય છે, જેને કારણે એની ડાયજેસ્ટ સિસ્ટમમાં તકલીફ પડતાં બીમાર પડે છે.


Spread the love

Related posts

ખડગેએ કહ્યું- પ્લીઝ મારું માઈક બંધ ન કરો:અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવાનો મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો; લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

Team News Updates

હવે જોધપુર-અમદાવાદ વચ્ચે દોડશે વંદે ભારત:2 કલાકનો સમય બચશે, પાંચ સ્ટેશન પર ઊભી રહેશે; 7 ટ્રેનનો સમય બદલાશે

Team News Updates

મણિપુરમાં આદિવાસીઓના પ્રદર્શન દરમિયાન હિંસા:8 જિલ્લામાં કર્ફ્યુ, 7500 લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા; સેના તૈનાત

Team News Updates