News Updates
NATIONAL

મોદી સરકાર ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે ઓગસ્ટમાં:કલમ 370, રામમંદિર અને હવે વકફ બોર્ડ

Spread the love

મોદી સરકારના હિન્દુત્વના એજન્ડા અને ઓગસ્ટ મહિના વચ્ચે કોઇ સામ્યતા હોય તેમ લાગી રહ્યું છે. જી…હા…કારણ કે મોદી સરકારના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારતા મહત્વપૂર્ણ નિર્ણય ઓગસ્ટ મહિનામાં જ લેવામાં આવ્યા છે. પછી ભલે તે કલમ 370 હોય, કે પછી રામમંદિરનું ભૂમિપૂજન. હવે ફરી એકવાર મોદી સરકાર ઓગસ્ટમાં બીજો એક મોટો નિર્ણય લઈ શકે છે. એટલે કે વકફ બોર્ડની સત્તા અને અધિકારો પર અંકુશ લગાવવો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બિલ દ્વારા નવા ફેરફારો દ્વારા મહિલાઓની ભાગીદારી વધારશે. કેન્દ્ર સરકાર મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવાના પક્ષમાં છે. દરેક બોર્ડ અને કાઉન્સિલમાં બે મહિલા સભ્યપદ હશે.

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં વર્તમાન વકફ કાયદામાં લગભગ 40 સુધારા કરવાની તૈયારી કરી રહી છે. સરકાર આ સત્રમાં આ અંગે નવું બિલ લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં વકફ પાસે કોઈપણ જમીનને તેની મિલકત તરીકે જાહેર કરવાની સત્તા છે. નવા બિલમાં આના પર પ્રતિબંધ લગાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે (2 ઓગસ્ટ)ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં પણ આ બિલને મંજૂરી આપવામાં આવી છે. પ્રસ્તાવિત બિલમાં વર્તમાન કાયદાની કેટલીક કલમોને દૂર પણ કરી શકાય છે. સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.


રેલવે અને સશસ્ત્ર દળો પછી વકફ બોર્ડ દેશની સૌથી વધુ જમીન ધરાવતી સંસ્થા છે. સંશોધનો પછી કોઈપણ જમીન પર દાવો કરતા પહેલા તેની ચકાસણી કરવી પડશે. આનાથી બોર્ડની જવાબદારીમાં વધારો થશે અને મનસ્વીતાને અટકાવવામાં આવશે. બોર્ડની પુનઃરચનાથી બોર્ડમાં તમામ વર્ગો સહિત મહિલાઓની ભાગીદારીમાં પણ વધારો થશે. મુસ્લિમ બૌદ્ધિકો, મહિલાઓ, શિયા અને વોરા જેવા જૂથો લાંબા સમયથી વર્તમાન કાયદામાં ફેરફારની માગ કરી રહ્યા છે.


વકફ બોર્ડ સંબંધિત નવા બિલ પાછળ સપ્ટેમ્બર 2022ના કેસની દલીલ કરવામાં આવી રહી છે. જેમાં તમિલનાડુ વકફ બોર્ડે તિરુચેન્દુર ગામને પોતાની સંપત્તિ જાહેર કર્યું હતું, જ્યારે આ ગામની મોટાભાગની વસ્તી હિન્દુ છે.

ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટે તેના એક આદેશમાં 123 મિલકતોના નિરીક્ષણની મંજૂરી આપી હતી જેના પર દિલ્હી વકફ બોર્ડ તેના કબજાનો દાવો કરી રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે પણ આ મિલકતોને નોટિસ પાઠવી હતી.

મોદી સરકાર 2.0ના લઘુમતી બાબતોના મંત્રાલયે કોઇ ચોક્કસ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવા માટે રાજ્ય વકફ બોર્ડની સત્તા અને તેમના મુતવલ્લિયોંની નિમણૂક કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.


સૂત્રોનું કહેવું છે કે લાંબા સમયથી વકફ બોર્ડ પર કોંગ્રેસ દ્વારા વકફ એક્ટમાં કરાયેલા સુધારા બાદ ભૂ-માફિયાની જેમ કામ કરવાનો, અંગત જમીન, સરકારી જમીન, મંદિરની જમીન અને ગુરુદ્વારા સહિત વિવિધ પ્રકારની મિલકતો જપ્ત કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં વકફની સમગ્ર ભારતમાં લગભગ 52,000 મિલકતો હતી. 2009 સુધીમાં આ સંખ્યા 4,00,000 એકર જમીનને આવરી લેતી 3,00,000 નોંધાયેલ મિલકતો પર પહોંચી ગઈ હતી.

સૂત્રો મુજબ આજે, નોંધાયેલ વકફ મિલકતોની સંખ્યા 8,72,292થી વધુ થઈ ગઈ છે, જે 8,00,000 એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે. આ માત્ર 13 વર્ષમાં વકફની જમીનનું નાટકીય રીતે બમણું થવાનું દર્શાવે છે. સૂત્રોનું કહેવું છે કે વકફ એક્ટ, 1923 અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ સૌપ્રથમ મદ્રાસ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ 1925 રજૂ કર્યો હતો. જેનો મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ મોટાપાયે વિરોધ કર્યો હતો. આમ, તેમને બાકાત રાખવા માટે ફરીથી તૈયાર કરાયું, તેને ફક્ત હિન્દુ પર જ લાગુ કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને મદ્રાસ હિંદુ ધાર્મિક અને એન્ડોમેન્ટ એક્ટ 1927 રાખવામાં આવ્યું.

કયા રાજ્યમાં કેટલી વકફ મિલકતો

ઉત્તરપ્રદેશ2.25 લાખથી વધુ
પશ્ચિમ બંગાળ80 હજારથી વધુ
પંજાબ70 હજારથી વધુ
તમિલનાડુ65 હજારથી વધુ
કર્ણાટક61 હજારથી વધુ
કેરળ52 હજારથી વધુ
તેલંગાણા43 હજારથી વધુ
ગુજરાત39 હજારથી વધુ
મધ્યપ્રદેશ33 હજારથી વધુ
જમ્મુ-કાશ્મીર32 હજારથી વધુ
બિહાર8 હજારથી વધુ
દિલ્હી1 હજારથી વધુ


વકફ એક્ટ પ્રથમ વખત 1954માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તે પછીથી રદ કરવામાં આવ્યો અને 1995માં નવો વકફ કાયદો પસાર કરવામાં આવ્યો, જેણે વકફ બોર્ડને અમર્યાદિત સત્તાઓ પ્રદાન કરી. સૂત્રોએ જણાવ્યું હતું કે 2013માં વકફ બોર્ડને કોઈની પણ મિલકત છીનવી લેવા માટે અમર્યાદિત સત્તા આપવા માટે કાયદામાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો, જેને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાય નહીં.

સરળ શબ્દોમાં કહીએ તો, વકફ બોર્ડને મુસ્લિમ દાનની આડમાં મિલકતોનો દાવો કરવાની વિશાળ સત્તા આપવામાં આવી હતી. સૂત્રો મુજબ આનો અસરકારક અર્થ એ છે કે ધાર્મિક સંસ્થાને લગભગ અમર્યાદિત સત્તા આપવામાં આવી છે, જેનાથી વાદીને ન્યાયિક આશ્રય મેળવવાથી અટકાવવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક ભારતમાં અન્ય કોઈ ધાર્મિક સંસ્થા પાસે આટલી સત્તા નથી.

માહિતી અનુસાર, વકફ એક્ટ, 1995ની કલમ 3 જણાવે છે કે જો વકફને લાગે છે કે જમીન મુસ્લિમની છે તો તે વકફની સંપત્તિ છે. વકફ બોર્ડે કોઈ પુરાવા આપવા જરૂરી નથી કે તે શા માટે માને છે કે જમીન તેની માલિકી હેઠળ આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુસ્લિમ કાયદાનું પાલન કરનારા દેશોમાં પણ વકફ સંસ્થા નથી અને કોઈ ધાર્મિક સંસ્થા પાસે આવી અમર્યાદિત શક્તિઓ નથી. એવું પણ નોંધવામાં આવ્યું છે કે વકફ બોડીએ ભાગલા વખતે પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરીને આવેલા હિંદુઓને કોઈ જમીન પાછી આપી નથી.

અસદુદ્દીન ઓવૈસીએ વકફ એક્ટમાં સુધારા અંગેની અટકળો સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સૌથી પહેલા તો સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સંસદની સર્વોપરિતા અને વિશેષાધિકારો વિરુદ્ધ કામ કરી રહી છે અને સંસદને તેની માહિતી આપવાને બદલે મીડિયાને માહિતી આપી રહી છે.

ઓવૈસીએ કહ્યું કે વકફ એક્ટમાં સુધારાને લઈને મીડિયામાં જે પણ કહેવામાં આવી રહ્યું છે તે દર્શાવે છે કે મોદી સરકાર વકફ બોર્ડની સ્વાયત્તતા છીનવી લેવા માંગે છે અને તેમાં હસ્તક્ષેપ કરવા માંગે છે. આ ધર્મની સ્વતંત્રતા વિરુદ્ધ છે.

તેમણે વધુમાં કહ્યું કે બીજેપી હંમેશા આ બોર્ડ અને વકફ પ્રોપર્ટીની વિરુદ્ધ રહી છે. તેમની પાસે હિન્દુત્વનો એજન્ડા છે. હવે જો તમે વકફ બોર્ડની સ્થાપના અને માળખામાં ફેરફાર કરવા માંગતા હોવ તો તેનાથી વહીવટી સ્તરે અરાજકતા સર્જાશે, વકફ બોર્ડની સ્વાયત્તતા ખતમ થઈ જશે અને જો સરકાર વકફ બોર્ડ પર પોતાનો અંકુશ વધારશે તો વકફની સ્વતંત્રતા પર અસર થશે.

તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જો કોઈ વિવાદિત સંપત્તિ છે, તો આ લોકો કહેશે કે તે વિવાદિત છે અને અમે તેનો સર્વે કરાવીશું. આ સર્વે ભાજપના મુખ્યમંત્રી કરશે અને તમે પહેલાથી જ જાણો છો કે તેના પરિણામો શું આવશે. આ દેશમાં ઘણી એવી દરગાહ છે જેના પર ભાજપ-RSS દાવો કરે છે કે તે દરગાહ અને મઝારો નથી. આ નિર્ણય દ્વારા ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


Spread the love

Related posts

Jio, Airtel અને Vi પણ વિચારતુ રહી ગયુ BSNLએ કરી દીધો કમાલ ! કરોડો સિમકાર્ડ યુઝર્સને આપી મોટી રાહત

Team News Updates

400ને પાર મૃત્યુઆંક થયો સર્ચ ઓપરેશન ચાલુ વાયનાડમાં ભૂસ્ખલનમાં ; 181 મૃતદેહના માત્ર ટુકડા જ મળ્યા, હજુ પણ 180 લોકો ગુમ, 8મા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ

Team News Updates

દમણના દરિયાકિનારે જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેખાયા, જૂઓ Photos

Team News Updates