રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે પીએમ મોદીએ કોંગ્રેસ પર લાગેલા આરોપોના પુરાવા કેમ ન માગ્યા. નિવેદન એવું હતું કે પાર્ટી (કોંગ્રેસ) આતંકવાદ સાથે સંકળાયેલા લોકો સાથે મિલીભગતમાં છે.
10 મેના રોજ કર્ણાટકની જનતા નક્કી કરશે કે સત્તામાં કોણ બેસશે. ઘણા બધા દાવાઓ અને વચનો બાદ હવે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા આરોપ-પ્રત્યારોપો થતા રાજકારણ ગરમાયું છે. ત્યારે ગાળામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ કેટલીકવાર મર્યાદા ભૂલી જાય છે અને તે બાદ ચૂંટણી પંચને પણ ઘણી ફરિયાદો મળે છે.
ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને સવાલ કર્યો છે કે પીએમ મોદીએ કોંગ્રેસ પર લાગેલા આરોપોના પુરાવા કેમ ન માગ્યા. નિવેદન એવું હતું કે પાર્ટી (કોંગ્રેસ) આતંકવાદ સાથે સંકળાયેલા લોકો સાથે મિલીભગતમાં છે. તેમની સાથે રાજકીય સંવાદમાં સામેલ. ત્યારે આ મામલે ચૂંટણી પંચને પીએમ મોદીને પ્રશ્ન કેમ ન કર્યોના સવાલો ઉઠાવ્યા છે.
કપિલ સિબ્બલે ચૂંટણી પંચને કર્યો સવાલ
એક સમયે કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સિબ્બલ હવે કોંગ્રેસથી દૂર થઈ ગયા છે. પાર્ટી નેતૃત્વથી નારાજ થઈને તેમણે કોંગ્રેસથી દૂરી બનાવી લીધી. ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને કોંગ્રેસે જાહેરાત કરી હતી. જ્યારે ભાજપે આ અંગે ફરિયાદ કરી તો ચૂંટણી પંચે કોંગ્રેસ પાસે તેના પુરાવા માંગ્યા. આનાથી સિબ્બલ નારાજ થઈ ગયા. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદીએ કોંગ્રેસ પર આટલા ગંભીર આરોપો લગાવ્યા ત્યારે ચૂંટણી પંચે પુરાવા કેમ ન માગ્યા, પરંતુ તેના બદલે કોંગ્રેસ પાસેથી પુરાવા માંગવામાં આવ્યા.
ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકારી નોટિસ
કોંગ્રેસે અખબારોમાં ભાજપ વિરુદ્ધ જાહેરાતો આપી હતી. જેનું શીર્ષક ‘કરપ્શન રેટ કાર્ડ’ હતું. ચૂંટણી પંચે આ જાહેરાતને લઈને કર્ણાટક કોંગ્રેસને નોટિસ પાઠવી છે. એટલું જ નહીં પંચે આજે સાંજ સુધીનો સમય આપ્યો છે. રવિવાર સાંજ સુધીમાં મજબૂત પુરાવા રજૂ કરવા જણાવાયું છે. સિબ્બલે ટ્વીટ કરીને કહ્યું કે ચૂંટણી પંચે કોંગ્રેસ દ્વારા ભાજપ પર લગાવેલા આરોપોના પુરાવા માંગ્યા છે, પરંતુ પીએમ મોદીએ કોંગ્રેસ પર આતંકવાદીઓ સાથે હોવાનો આરોપ લગાવ્યો હતો, ચૂંટણી પંચે તેના પુરાવા કેમ ન માગ્યા.
કર્ણાટકમાં ચૂંટણીનો ધમધમાટ
સવાલ ઉઠાવતા સિબ્બલે કહ્યું કે શું ચૂંટણી પંચમાં પીએમ મોદીને સવાલ કરવાની હિંમત નથી. કર્ણાટકમાં કોંગ્રેસ અને ભાજપ બંને પ્રચારમાં વ્યસ્ત છે. આ વખતે પણ સોનિયા ગાંધીએ પોતે મોરચાની કમાન સંભાળી છે. 2019 પછી, તે કોઈ રાજ્યમાં પ્રચાર માટે નથી ગઈ પરંતુ તે કર્ણાટક આવી ગઈ. રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી સતત પ્રચાર કરી રહ્યા છે. ભાજપ પણ કોઈ કસર છોડી રહી નથી. પીએમ મોદી ત્રણ દિવસથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ ભાજપ માટે વોટ માંગી રહ્યા છે. આ સિવાય બીજેપીના ઘણા સાંસદો, સ્ટાર પ્રચારકો કર્ણાટકમાં વ્યસ્ત છે.