જંતુનાશકની વાત કરીએ તો તેના પેકેટની પાછળ અલગ-અલગ રંગો પ્રિન્ટ કરવામાં આવે છે. આ રંગો જંતુનાશકની તીવ્રતા વિશે જણાવે છે. તે મુખ્યત્વે લાલ, પીળો, લીલો અને વાદળી રંગનો હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે આ વિવિધ રંગોની અસર શું છે.
ખેડૂતો પાકને જીવાતોથી બચાવવા માટે વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરે છે. પાકના સારા ઉત્પાદન માટે આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂતો મોટાભાગે કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરે છે, જેના કારણે પાકની ઉપજ ઘણી ઓછી થઈ જાય છે અને તે પાક માટે ઘાતક સાબિત થાય છે. તેથી જ પાકના આધારે રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ.
જંતુનાશકની વાત કરીએ તો તેના પેકેટની પાછળ અલગ-અલગ રંગો પ્રિન્ટ કરવામાં આવે છે. આ રંગો જંતુનાશકની તીવ્રતા વિશે જણાવે છે. તે મુખ્યત્વે લાલ, પીળો, લીલો અને વાદળી રંગનો હોય છે. ચાલો આજે તમને જણાવીએ કે આ વિવિધ રંગોની અસર શું છે.
લીલો કલર
જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લીલો રંગ દર્શાવે છે કે આ સલામત છે પરંતુ સાવધાની રાખવી જરૂરી છે જેથી કાળજી રાખીને જ ઉપયોગ કરવો જોઈએ.
વાદળી કલર
આ કલર જંતુનાશકના પેકીંગ પર અડધા ત્રિકોણમાં વાદળી રંગમાં ભય દર્શાવે છે જેનો અર્થ થાય છે કે ઓછી જોખમકારક પરંતુ ઉપયોગમાં સાવધાની તો આ દવામાં રાખવાની જરૂર રહે છે.
પીળો કલર
જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં પીળો રંગનો મતલબ ઝેર છે અને તે જોખમકારક છે જેમાં ખુબ જ કાળજી રાખવાની જરૂર હોય છે આ દવાનો ઉપયોગ કરતી વખતે શેફ્ટી રાખવી ખુબ જ જરૂરી છે.
લાલ રંગ
દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લાલ રંગનો મતલબ છે વધુ જોખમકારક જેમાં ઝલદ ઝેર છે ઘણી વખત દવા પર ડેન્જરનું નિશાન પણ દર્શાવામાં આવે છે ત્યારે આ દવાના ઉપયોગમાં સૌથી વધુ કાળજી રાખવાની જરૂર રહેતી હોય છે.
દવા છાંટતી વખતે આ પ્રમાણે કાળજી રાખવી
- દવાના પેકીંગ તોડતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ તેમજ ક્યારે પણ દવાનું પેકીંગ મોં વડે તોડવું નહીં.
- દવા છાંટતી વખતે દવા વાળા હાથે કંઈ ખાવું પીવું નહીં. તેમજ જો કોઈ વ્યસન હોય તો એ વસ્તુ પણ દવા છાંટતા સમયે ન ખાવી.
- જે વ્યકિતની તબિયત સારી ન હોય અથવા બીમાર હોય કે પછી કોઈ એલર્જી હોય તેમને દવા ન છાંટવી અને જો કોઈ સંજોગોમાં છાંટવી જ પડે એમ હોય તો વિશેષ તકેદારી રાખવી.
- દવાવાળા કપડા અલગ જ રાખવા તેમજ ઉપયોગમાં લેવાતા સાબુ, ટોવેલ વગેરે અલગ જ રાખવા.
- ખાસ તકેદારી એ પણ રાખવી કે દવાવાળા હાથે ક્યારે પણ નાના બાળકોને ન તેડવા અથવા તેમની નજીક ન જવું.
- દવાનો પંપ કે તેની નળી જો લીકેજ કરતું હોય તો એ તુરંત રીપેર કરો અને દવા છાંટ્યા બાદ પંપને બરાબર સાફ કરો.
- દવા છાંટવાનો આગ્રહ હંમેશા વહેલી સવારે જ રાખવો જોઈએ.
- પાણી સંગ્રહ માટે બનાવેલા ટાંકામાં ક્યારે પણ ન નાહવું ખાસ કરી તેનો જ્યારે પશુઓ અને માણસો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય.
- શાકભાજી પર કે ફળ-ફળાદી પર જો દવાનો છંટકાવ કર્યો હોય તો તેને એક અઠવાડીયા સુધી ખાવું ન જોઈએ.
- એક ફર્સ્ટએડ કીટ વસાવવી જોઈએ જેમાં પ્રાથમિક સારવાર માટેની તમામ વસ્તુઓ રાખવી જોઈએ.
જણાવી દઈએ કે પાક માટે જંતુનાશકોનો ઉપયોગ જરૂરી છે. આનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ. તે મનુષ્યો, પ્રાણીઓ અને પાક માટે જીવલેણ બની શકે છે. આવી સ્થિતિમાં, તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.