News Updates
NATIONAL

સદનસીબે કોઈ જાનહાનિ નહીં:અમદાવાદના પાલડીમાં ફ્લેટના પાર્કિંગમાં વહેલી સવારે આગ, 15 જેટલા ટુ-વ્હીલર અને ત્રણ એસી બળીને ખાખ

Spread the love

અમદાવાદના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગમાં 15 જેટલા ટુ વહીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગની ઝાળ પહેલા માળ સુધી પણ પહોંચી હતી. જો કે, લોકો આગની જાણ થતાં પહેલાં જ નીચે ઉતરી ગયા હતા. સદનસીબે આગમાં કોઈપણ જાનહાનિ થઈ નથી.

15 જેટલા ટુ વહીલર આગની ઝપેટમાં આવ્યા
ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 4:48 વાગ્યે ફાયરબ્રિગેડના કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, પાલડી ચંદ્રનગર રોડ પર શાંતિવન બસ સ્ટેન્ડ નજીક આવેલા અમીઝરા એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આગ લાગી છે. જેથી જમાલપુર અને નવરંગપુરા ફાયરબ્રિગેડની કુલ પાંચ જેટલી ગાડીઓ અને સ્ટેશન ઓફિસરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફ્લેટના બી બ્લોકના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં પાર્કિંગમાં રહેલા અંદાજે 15 જેટલા ટુ વહીલર આગની ઝપેટમાં આવી ગયા હતા. આગ વધુને વધુ ફેલાઈ ગઈ હતી અને ફ્લેટના ઉપરના પહેલા માળ સુધી પહોંચી હતી. જેમાં સી બ્લોકના કેટલાક ઘરોના કાચ પણ તૂટી ગયા હતા.

ફાયરબ્રિગેડની ટીમે 15 મિનિટમાં આગને કાબુમાં લીધી
ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવી 15 મિનિટમાં આગને કાબુમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગને તરત જ કાબુમાં લઈ લીધી હતી. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ સી બ્લોક અને બી બ્લોકના લોકો નીચે ઉતરી ગયા હતા અને કેટલાક ધાબા પર જતા રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે અને નજીક નજીક ટુ-વ્હીલર પડેલા હોવાથી ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી.


Spread the love

Related posts

ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાનો સાગરિત અમૃતપાલ ફિલિપાઈન્સથી લવાયો ભારત, NIAએ એરપોર્ટ પરથી કરી ધરપકડ

Team News Updates

NATIONAL:મોદી જવાબદાર છે રાહુલ ગાંધીએ કહ્યું- બેરોજગારી માટે:મોદીએ પોતાના મિત્રોની લોન માફ કરી, પણ ખેડૂતોની નહીં;અગ્નવીર મજૂર બની જશે, તેના રૂપિયા અદાણી પાસે જઈ રહ્યા

Team News Updates

ભારતને તેનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ પ્લેન મળ્યું:સ્પેનમાં એરફોર્સ ચીફનું સ્વાગત; 56 પ્લેનમાંથી 16 પ્લેન તૈયાર સ્થિતિમાં આવશે

Team News Updates