News Updates
NATIONAL

કર્ણાટકની ચૂંટણીથી સુરતના વેપારીઓ ખુશ:ઝંડા, ટોપી, ખેસના ઓર્ડરો મળ્યા, ચૂંટણી સામગ્રીના 50થી 100 કરોડના વેપારની શકયતા, સાડીઓના ઓર્ડર ન આવ્યા

Spread the love

આગામી દિવસોમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટીરીયલ જેવા કે ઝંડા, ટોપી અને ખેસ સહિતનું પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે. અંદાજિત 50થી 100 કરોડ રૂપિયાના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળશે તેવો અંદાજ છે. આગામી દિવસોમાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણી છે ત્યારે 250 કરોડ રૂપિયાના ઓર્ડર કાપડ વેપારીને મળે તેવી શક્યતા છે. જોકે કર્ણાટકની ચુંટણીમાં સાડીઓના ઓર્ડર ન મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ચુંટણી સામગ્રી માટે સુરતની પસંદગી

કાપડ ઉદ્યોગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચાર-પસાર માટે પાર્ટીઓના ઝંડા, ખેસ, ટોપી સહિતની સામગ્રીઓ પાર્ટીઓ દ્વારા બનાવડાવી કાર્યકર્તાઓ અને મતદાતાઓ સુધી પહોંચાડવામાં આવે છે. દેશની તમામ રાજકીય પાટીઓ ચૂંટણી પ્રચાર માટે આ રસ્તો અપનાવે છે. આ ચુંટણી સામગ્રી માટે સુરતની પસંદગી કરતા હોય છે. ત્યારે કર્ણાટકની ચુંટણીમાં પણ સુરતને ઓર્ડર મળી રહ્યા છે. વેપારીઓના અંદાજ પ્રમાણે 50થી 100 કરોડના વેપારની શકયતા હોવાનું ટેકસટાઇલ યુવા બ્રિગેડના લલિત શર્માએ જણાવ્યું હતું.

સુરતમાં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તા દરે

સુરત પોલિયેસ્ટર કાપડનું મોટું હબ છે. અહીં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તા દરે થઇ રહે છે. તેથી ચૂંટણી પાર્ટીઓને જોઇએ તેવો માલ સરળતાથી અને બજેટમાં પાટીઓને મળી રહે છે. નાની પાર્ટીથી લઇ મોટી રાજકીય પાર્ટી તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને દાવેદારો ચૂંટણીના બે મહિના પહેલાથી અહીંના વેપારીઓનો સંપર્ક શરૂ કરે છે અને ઓર્ડર પણ રોકડેથી આપે છે.

કર્ણાટકની ચુંટણીમાં 100 સુધીના વેપારનો અંદાજ

કોર્પોરેશનની ચૂંટણીથી લઇ લોકસભાની ચૂંટણી સુધી ચૂંટણી દરમિયાન દેશભરમાં સુરતમાં તૈયાર થયેલા કાપડની પ્રચાર સામગ્રી વહેંચવામાં આવે છે. નજીકના દિવસોમાં કર્ણાટકમાં વિધાનસભાની યોજાનારી છે. ત્યારે તમામ પાર્ટીઓ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. પ્રચાર-પ્રસારમાં પણ કોઇ કચાશ રાખી નથી. ત્યારે સુરતના વેપારીઓને પણ 50થી 100 કરોડ રૂપિયાના ઝંડા, ખેસ અને ટોપી સહિત અન્ય સામગ્રી માટે ઓર્ડર મળે તેવી આશા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 250 કરોડના વેપારની શકયતા

આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્યો છે. અહીં ચુંટણી દરમિયાન તમામ પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર પ્રસાર કરે છે. અહીંના કાર્યકર્તાઓ સુરતના કાપડ માર્કેટ વિશે ખૂબ સારી રીતે સમજે છે. તેથી ત્રણેય રાજ્યોમાંથી 250 કરોડનો વેપાર મળે તેવી શક્યતા છે.


Spread the love

Related posts

દિલ્હીમાં AQI-500 પાર;22 ટ્રેનો મોડી પ્રદૂષણ- ધુમ્મસને કારણે,DU-JNUની તમામ કોલેજોમાં ઑનલાઇન અભ્યાસ

Team News Updates

Knowledge:દારૂ લગ્નમાં પીરસવા માટે ક્યાંથી પરવાનગી લેવી પડે? જાણી  નિયમોને 

Team News Updates

ભારતને તેનું પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ પ્લેન મળ્યું:સ્પેનમાં એરફોર્સ ચીફનું સ્વાગત; 56 પ્લેનમાંથી 16 પ્લેન તૈયાર સ્થિતિમાં આવશે

Team News Updates