News Updates
ENTERTAINMENTEXCLUSIVENATIONAL

AISHWARIYA-ABHISHEK બચ્ચનનાં મતભેદનાં આ હોઈ શકે છે, કારણો…

Spread the love

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેના સંબંધોમાં તિરાડની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર પવનની જેમ ફેલાઈ રહી છે. ચાલો જાણીએ આ અફવાઓના 8 કારણો સામે આવ્યા છે. જેને કારણે લોકો આ ડિવોર્સની ચર્ચાઓ કરી રહ્યા છે.

આ સમાચારોના 8 કારણો.

પહેલું કારણ : સામ બહાદુરની સ્ક્રીનિંગ મુંબઈમાં યોજાઈ હતી અને અભિષેક બચ્ચન ત્યાં પહોંચ્યો હતો, પરંતુ પત્ની ઐશ્વર્યા જોવા મળી નહોતી. અભિષેક તેની બહેનનો દીકરો એટલે કે ભત્રીજા અગસ્ત્ય નંદા સાથે આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો.

બીજું કારણ : મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા એકલી આવી હતી. આ પહેલા પણ નીતા અંબાણીના ગણપતિ ઉત્સવમાં પુત્રી સાથે એકલી ગઈ હતી. ઐશ્વર્યા તેની પુત્રી સાથે અંબાણી પરિવારની NNACC ઈવેન્ટમાં પણ પહોંચી હતી.

ત્રીજું કારણ : આરાધ્યાનો જન્મદિવસ 16 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ અભિષેક બચ્ચન તેની પુત્રી સાથે જોવા મળ્યો ન હતો. દાદા અમિતાભ બચ્ચને પણ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી. અહેવાલો અનુસાર ઐશ્વર્યાના કારણે જ આરાધ્યાને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપવાનું ટાળ્યું હતું.

ચોથું કારણ : જ્યારે ઐશ્વર્યાએ 1 નવેમ્બરે તેનો 50મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે અભિષેક બચ્ચન તેના જન્મદિવસની ઉજવણીમાં પણ જોવા મળ્યો ન હતો. અભિષેકે તેની પત્નીને ખૂબ જ અનિચ્છાપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

પાંચમું કારણ : સામાન્ય રીતે લોકો પરિવાર સાથે દિવાળી ઉજવવા દૂર-દૂરથી આવે છે. પણ આ વખતે દિવાળીના દિવસે ઐશ્વર્યા ‘જલસા’માં નહોતી પરંતુ મુંબઈની બહાર ગઈ હતી. આવી સ્થિતિમાં લોકો અભિષેક સાથે ઐશ્વર્યાના સંબંધોમાં આવેલા તિરાડ વિશે વાત કરવા લાગ્યા છે.

છઠ્ઠું કારણ : ઐશ્વર્યા પેરિસ ફેશન વીકમાં પહોંચી હતી અને તે દરમિયાન નવ્યાએ રેમ્પ વોક કર્યું હતું. નવ્યાને સપોર્ટ કરવા માટે તેની માતા શ્વેતા બચ્ચન અને દાદી જયા બચ્ચન હાજર હતા. બંને શોની સામે બેસીને નવ્યા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા, પરંતુ ઐશ્વર્યા અને આરાધ્યાએ જયા બચ્ચન, શ્વેતા અને નવ્યાથી અંતર રાખ્યું હતું.

સાતમું કારણ : અભિષેક બચ્ચનના જન્મદિવસ પર ઐશ્વર્યાએ આરાધ્યા સાથેનો ફોટો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અગાઉ આ તસવીરમાં જયા બચ્ચન, નવ્યા અને અગસ્ત્ય પણ હતા પરંતુ ઐશ્વર્યાએ તેમને ક્રોપ કરીને ફોટો શેર કર્યો હતો. ઐશ્વર્યાના આ પગલાને કારણે બચ્ચન પરિવારમાં અણબનાવની વાતો શરૂ થઈ ગઈ હતી.

આઠમું કારણ : ઐશ્વર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્વર્ગસ્થ કૃષ્ણરાજ રાયની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રીની પુત્રી આરાધ્યા પણ જોવા મળી હતી. અભિષેક બચ્ચન જોવા મળ્યો ન હતો. જેના કારણે ફરી એકવાર બંને વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા હતા.


Spread the love

Related posts

Vivo T3 Lite:6.56-ઇંચ LCD ડિસ્પ્લે ઉપલબ્ધ  અને 5000mAh બેટરી ,50MP સોની AI કેમેરા ₹10,499 ની શરૂઆતી કિંમતે લોન્ચ

Team News Updates

જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, 6 લોકો ઘાયલ

Team News Updates

સ્લો ઓવર રેટ માટે ભારત-ઓસ્ટ્રેલિયા ટીમને દંડ ફટકારવામાં આવ્યો:ટીમ ઈન્ડિયાને 100% દંડ અને ઓસ્ટ્રેલિયાને 80% દંડ; ગિલને મેચનો 15 ટકા

Team News Updates