News Updates
NATIONAL

સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન પર GST વસુલાય તો સરકારને રોજ આટલા લાખની થાય આવક, સમજો સમગ્ર ગણિત

Spread the love

GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન ઉપર જીએસટી લેવા અંગે નિર્ણય થાય તો સરકારને લાખો રૂપિયાની આવક થઈ શકે છે. આ સમગ્ર બાબતને આપણે ઉદાહરણ સાથે સમજીએ.

આજે GST કાઉન્સીલની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન ઉપર જીએસટી લેવો કે નહી તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જો GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોર્પકોન પર જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાય છે તો સરકારને લાખો રૂપિયાની આવક થઈ શકે છે. જાણો આ સમગ્ર

આપણે આ સમગ્ર બાબત એક ઉદાહરણ લઈને સમજીએ તો સમગ્ર બાબત જાણી શકાશે. આજે એક અંદાજ મુજબ દેશમાં 9000થી વધુ સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહ આવેલા છે. જેમાં સિંગલ સ્ક્રીન સિનેમાગૃહની સંખ્યા અંદાજે 6000થી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહોની સંખ્યા અંદાજે 3000થી વધુની હોવાનું કહેવાય છે. દેશમાં પીવીઆર અને આઈનોક્સ જૂથના મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહોની સંખ્યા ખુબ છે. આ બન્ને જૂથના મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહોની સંખ્યા એક અંદાજ મુજબ 1400 જેટલી હોવાનું કહેવાય છે.

મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોમાં વધતાઓછા અંગે બેઠક ક્ષમતા પણ લાખોની સંખ્યામાં છે. એક અંદાજ મુજબ મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોની બેઠક ક્ષમતા 31 લાખ 52 હજાર હોવાનું કહેવાય છે.

જો સિનેમાગૃહમાં વેચાતી પોપકોર્ન પર GST લાગુ કરાય તો સરકારને કેટલી આવક થાય ?

GST કાઉન્સીલની બેઠકમાં સિનેમાગૃહોમાં વેચાતી પોપકોર્ન ઉપર જીએસટી લેવા અંગે નિર્ણય થાય તો સરકારને લાખો રૂપિયાની આવક થઈ શકે છે. આ સમગ્ર બાબતને આપણે ઉદાહરણ સાથે સમજીએ.

માની લો કે દેશમાં આવેલ મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોની જે કુલ બેઠક છે તે 31 લાખ 52 હજાર છે. માની લો કે આ તમામ બેઠક ફિલ્મના દરેક શો માટે હાઈસફુલ થાય છે. અને તેમાંથી 10 ટકા લોકો મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો અને સિંગલ સ્ક્રીન સિનેમાગૃહોમાં આવેલ કેન્ટીનમાંથી પોપકોર્ન ખરીદે છે.

એક પોપકોર્નની ખરીદ કિંમત 100 રૂપિયા ગણીએ તો, 31 લાખ 52 હજારના 10 ટકા લેખે 3,15,200 પ્રેક્ષકો થાય. આ 3,15,200 પ્રેક્ષકો 100 રૂપિયાની કિંમતે વેચાતી પોપકોર્ન ખરીદે તો સમગ્ર દેશમાં એક દિવસમાં, 3,15,20,000 રૂપિયાની પોપકોર્ન વેચાય. આ કિંમત ઉપર સરકાર 18 ટકા લેખે જીએસટી વસૂલે તો 56,73,600ની આવક થઈ શકે છે. જો પોપકોર્ન પર ઓછા દરે એટલે કે 5 ટકાના દરે જીએસટી વસૂલે તો 15,76,000ની આવક થાય.

હવે જો આ અંદાજાયેલા આંકડાઓને વાર્ષિક ધોરણે સમજીએ તો, 18 ટકા લેખે પોપકોર્ન પર વસૂલાતા જીએસટીની આવક, 2,07,08,64,000ની થાય અને જો 5 ટકાના દરે જીએસટી વસૂલે તો સરકારને વર્ષે રૂપિયા 57,52,40,000ની આવક થવા પામે.


Spread the love

Related posts

પ્રસાદના નામે ગોળીઓ ખવડાવી નશો કરાવતો હતો, 65 વર્ષીય સેવકે કર્યો રેપ,ગર્ભવતી થઈ ત્યારે ખબર પડી;બુલંદશહેરના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં બે વિદ્યાર્થીનીઓ પર રેપ

Team News Updates

તિરુપતિ બાલાજીના દરબારમાં પહોંચ્યા PM મોદી:પૂજા-અર્ચના કરી વેંકટેશ્વરના લીધા આશીર્વાદ, કહ્યું- મેં 140 કરોડ ભારતીયોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી

Team News Updates

હૈદરાબાદમાં આજે પ્રિયંકા ગાંધીની જાહેર સભા:યુવા મેનિફેસ્ટો જાહેર કરશે; રોજગાર અને બેરોજગારી ભથ્થું આપવા જેવા વચનો આપી શકે છે

Team News Updates