News Updates
NATIONAL

લાલ ચંદનથી થશે બમ્પર કમાણી, તેની ખેતી શરૂ કર્યા પછી થોડા વર્ષોમાં ખેડૂત બની જશે કરોડપતિ

Spread the love

પરંપરાગત પાકોની ખેતીથી ખેડૂતોને (Farmers) ખર્ચની સામે બહુ ઓછો નફો થાય છે. સાથે જ હવામાનનું જોખમ પણ રહેલું હોય છે. ખેડૂતો જો લાલ ચંદનની ખેતી (Sandalwood Farming) કરે તો તેનું નસીબ બદલાઈ શકે છે.

દેશના લગભગ દરેક રાજ્યમાં ખેડૂતો પરંપરાગત પદ્ધતિથી ડાંગર, ઘઉં વગેરે ધાન્ય પાકની ખેતી કરે છે. પરંપરાગત પાકોની ખેતીથી ખેડૂતોને (Farmers) ખર્ચની સામે બહુ ઓછો નફો થાય છે. સાથે જ હવામાનનું જોખમ પણ રહેલું હોય છે. ખેડૂતો જો લાલ ચંદનની ખેતી (Sandalwood Farming) કરે તો તેનું નસીબ બદલાઈ શકે છે.

આ ‘રેડ ગોલ્ડ’ની કિંમત પણ ઘણી વધારે હોય છે. સાથે જ વિદેશમાં પણ તેની ભારે માગ રહે છે. તેનો ઉપયોગ પરફ્યુમ, અગરબત્તી અને ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં કરવામાં આવે છે. આ કારણથી જ બજારમાં તેની હંમેશા માગ રહે છે.

લાલ ચંદનની ખેતીથી ખેડૂતો કરોડપતિ બની શકે

લાલ ચંદનને ‘લાલ સોનું’ પણ કહેવામાં આવે છે. તેનું લાકડું ખૂબ મોંઘા ભાવે વેચાય છે. તેના એક કિલો લાકડાની કિંમત હજારો રૂપિયામાં હોય છે. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોના ખેડૂતો લાલ ચંદનની ખેતી કરે છે. જો ખેડૂતો લાલ ચંદનની ખેતી કરે તો થોડા વર્ષોમાં તેઓ કરોડપતિ બની શકે છે.

લાકડાની સાથે તેના પાંદડા પણ વેચાય છે

લાલ ચંદનની સુગંધ ખૂબ જ સારી હોય છે. તેનો ઉપયોગ ઘણી બધી પૂજામાં પણ થાય છે. ભારત લાલ ચંદનનું સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાંથી લાલ ચંદનની નિકાસ જર્મની, અમેરિકા અને કેનેડા સહિત ઘણા દેશોમાં થાય છે. લાલ ચંદનના લાકડાની સાથે તેના પાંદડા પણ બજારમાં વેચાય છે.

ખેતી માટે 12 થી 35 ડિગ્રી તાપમાન સારું ગણાય છે

લાલ ચંદનની ખેતી કોઈપણ પ્રકારની જમીનમાં કરી શકાય છે. ગરમ પ્રદેશમાં લાલ ચંદનની ખેતી કરવામાં આવે તો તેના છોડ ઝડપથી વૃદ્ધિ પામે છે. તેની ખેતી માટે 12 થી 35 ડિગ્રી તાપમાન સારું માનવામાં આવે છે. જમીનનું PH મૂલ્ય 6.5 થી 7.5 ની વચ્ચે હોવું જોઈએ.

લાલ ચંદનો ભાવ કિલોના 8,000 રૂપિયા

લાલ ચંદનના એક છોડની કિંમત અંદાજે 150 રૂપિયા જેટલી હોય છે. ખેડૂતો 1 હેક્ટરમાં 600 લાલ ચંદનના છોડ વાવી શકે છે. લાલ ચંદનના વૃક્ષો વાવ્યાના 12 થી 15 વર્ષમાં તૈયાર થાય છે. ખેડૂતો લાલ ચંદનનું એક વૃક્ષ વેચીને 6 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. આ રીતે 12 વર્ષ પછી તમે 600 વૃક્ષો વેચીને 36 કરોડ રૂપિયા કમાઈ શકો છો. હાલમાં બજારમાં લાલ ચંદનો ભાવ કિલોના 8,000 રૂપિયા છે.


Spread the love

Related posts

34 મોસ્ટ વોન્ટેડ ભારતના ,17 દેશોમાં છુપાયા છે:37 વર્ષ પહેલા ડી કંપનીથી શરૂ થયેલો સિલસિલો ગોલ્ડી બરાર સુધી પહોંચ્યો

Team News Updates

કેજ ફાઈટનું સ્થળ અને તારીખ હજુ નક્કી નહીં:ઝકરબર્ગે મસ્કના નિવેદનને કરી દીધું ખારીજ, લાઇવ સ્ટ્રીમિંગ મેટા અને X પર થશે

Team News Updates

અનુજ પટેલની તબિયતમાં સુધારો:ભુપેન્દ્ર પટેલના દિકરો કોમામાંથી બહાર, વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો; આજે અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાશે

Team News Updates