News Updates
NATIONAL

5 દિવસ 43, 44, 44, 43, 43 ગરમીની આગાહી; ગત વર્ષે 27 એપ્રિલથી 1 મે સુધી તાપમાન સતત 44 ડિગ્રી કે તેથી વધુ રહ્યું હતું

Spread the love

42.9 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ, આજથી 5 દિવસ માટે મ્યુનિ.એ ઓરેન્જ એલર્ટ જાહેર કરી

મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 42.9 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જે ઉનાળાનો સૌથી ગરમ દિવસ હતો. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે આ વર્ષે ગરમીની શરૂઆત 13 દિવસ મોડી થઈ છે. ગત વર્ષે 27 એપ્રિલથી 1 મે સુધી તાપમાન સતત 44 ડિગ્રી કે તેથી વધુ રહ્યું હતું. હવામાન વિભાગના વરતારાને ટાંકી મ્યુનિસિપલ કોર્પોરેશને 10 મેને બુધવારે 43 ડિગ્રી, ગુરુવારે 44 ડિગ્રી, શુક્રવારે 44 ડિગ્રી, શનિવારે 43 ડિગ્રી અને રવિવારે ફરી 43 ડિગ્રી ગરમી પડવાની આગાહી કરી છે. મ્યુનિ.એ લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ આપી છે.

આ ઉપરાંત કોઈપણ વ્યક્તિને લૂના લક્ષણ દેખાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા કહેવાયું છે. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન ગરમ-સૂકા પવનોની અસરથી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.5 ડિગ્રી વધતાં સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 13 દિવસ મોડી ગરમી શરૂ થઇ છે. કારણ કે, ગત વર્ષે 25 એપ્રિલ બાદ શહેરમાં ગરમીનો પારો ઊંચકાયો હતો. તેમજ 27 એપ્રિલથી 1 મે સુધી અને ત્યારબાદ 8થી 14 મે દરમિયાન ગરમી 44 ડિગ્રી રહી હતી.

ગત વર્ષે મેમાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું
અમદાવાદમાં ગત વર્ષે મે મહિનામાં સતત 10 દિવસ ગરમીનો પારો 43થી 45 ડિગ્રી વચ્ચે રહ્યો હતો.

તારીખગરમીએલર્ટ
8-5-2243ઓરેન્જ
9-5-2243ઓરેન્જ
10-15-2243ઓરેન્જ
11-5-2245રેડ
12-5-2244ઓરેન્જ
13-5-2245રેડ
14-5-2245રેડ
15-5-2244ઓરેન્જ
16-5-2244ઓરેન્જ
17-5-2243ઓરેન્જ

BRTSના 193 અને AMTSના 6 મોટા બસ સ્ટેન્ડ પર ઓઆરએસના પેકેટ પણ મુકાયા
બુધવારથી 5 દિવસ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર થઈ છે. મંગળવારે પણ લગભગ 43 ડિગ્રી તાપમાન થતાં એએમટીએસના 6 મોટા અને બીઆરટીએસના તમામ 193 બસ સ્ટેન્ડ પર 30થી માંડી 300 નંગ સુધી ઓઆરએસ પેકેટ મુકવામાં આવ્યા હતા. લાલ દરવાજા ટર્મિનસ પાસે લગભગ 1800 પેકેટનો જથ્થો મુકાયો હતો.


Spread the love

Related posts

Ram Mandir Ayodhya:હવે ACની હવા લેશે ભગવાન, રસદાર ફળોનો ભોગ ધરાશે ,લસ્સી નો ભોગ ધરાશે, કપડાં પહેરાવવામાં આવશે  હળવા સુતરાઉ

Team News Updates

અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ:ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ; આ રસ્તેથી શ્રદ્ધાળુઓ જાય છે

Team News Updates

ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી અવરજવર બંધ:ઘૂસણખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય; સરહદ પર વાડ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી

Team News Updates