News Updates
RAJKOT

ભીષણ ગરમીને લઈ એલર્ટ:રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર, બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ

Spread the love

રાજકોટ શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જે બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નિકળવા તેમજ બહાર નીકળવું પડે તો માથે ટોપી, ચશ્મા, પાણી સાથે રાખવાની અપીલ કરાઈ છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેડિકલ ઓફિસરો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોય હિટસ્ટ્રોક અથવા ગરમી લાગવાનાં કિસ્સામાં નજીકના આરોગ્ય કેન્દ્રનો તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.

મનપાની એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ વધુ પડતી ગરમી એ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. હાલમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોય પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.

અસહ્ય ગરમીના કારણે થતી અસરો

  • શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો.
  • ખુબ તરસ લાગવી.
  • ગભરામણ થવી.
  • ચક્કર આવવા.
  • શ્વાસ ચઢવો.
  • હૃદયના ધબકારા વધી જવા.
  • શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિમાં ક્યારેક તે જીવલેણ સાબિત થાય છે.

સન સ્ટ્રોક (લુ)થી બચવા જાહેર જનતાને સૂચનાઓ

  • તડકામાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.
  • ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ.
  • નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહિ.
  • દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.
  • ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
  • ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
  • માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તાત્કાલિક નજીકના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, દવાખાના કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

Spread the love

Related posts

રાજકોટમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ, મેલેરિયાના સહિતના 1,203 દર્દીઓ એક સપ્તાહમાં મનપાનાં ચોપડે નોંધાયા, તો ખાનગી ક્લિનિકોમાં દર્દીઓનો સંખ્યા કેટલી હશે?

Team News Updates

Gondal:વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ,ખાબક્યો ભારે વરસાદ ગોંડલના વાસાવડ ગામમાં

Team News Updates

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates