રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓની ફી નિર્ધારણ કમિટી (FRC) દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે આ પ્રાથમિક-માધ્યમિક શાળાઓની ત્રણ વર્ષ માટેની ફી નિર્ધારણ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર જીલ્લાની 300થી વધુ ખાનગી શાળાઓ દ્વારા 15 થી 25% સુધીની ફી વધારાની માંગ કરતી દરખાસ્ત કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે.
અંતિમ મુદત 30 મે રાખવામાં આવી
રાજકોટની મોટાગજાની 16 જેટલી શાળાઓ હોલ તોતીંગ ફી વસુલી રહી છે તેમ છતાં આ મોટી સંસ્થાઓએ ફરી એક વખત આ વર્ષે ફી વધારા માટેની માંગણી કમીટી સમક્ષ રજૂ કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનમાં 6000 જેટલી ખાનગી શાળાઓ આવેલ છે. જેની ફીમાં વધારો કરવા માટેની દરખાસ્તો ફી નિયમન કમિટી દ્વારા મંગાવવામાં આવેલ છે. આ માટેની રાખવામાં આવી છે. જેથી ખાનગી શાળાઓ દ્વારા ફી વધારા માટે દરખાસ્તો ફી નિયમન કમીટી સમક્ષ મુકવામાં આવી રહી છે.
હીયરીંગ કરવામાં આવશે
રાજકોટની કેટલીક શાળાઓ દ્વારા હાલમાં પણ ભારે ધરખમ ફી વસુલવામાં આવી રહી હોવા છતા વધુ 10થી25 ટકા સુધીનો ફી વધારો માગતી દરખાસ્તો ફી નિયમન કમિટી સમક્ષ રજૂ કરી છે. આગામી સમયમાં હવે ફી નિયમન કમીટી દ્વારા જે સંસ્થાઓ દ્વારા ફી વધારો માગવામાં આવેલ છે તેઓના હીયરીંગ કરવામાં આવશે અને બાદમાં તે અંગે નિર્ણય કરવામાં આવશે. જેના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ વર્ષે વાલીઓ ઉપર ફીનું ભારણ જરૂર વધશે અને ફી વધારો સહન કરવાનો વખત આવશે જ.