News Updates
NATIONAL

સુરતમાં પિતાએ દીકરીને 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી:કડોદરામાં સૂવા બાબતે થયેલા ઝઘડામાં પત્ની, પુત્રી અને ત્રણ પુત્રને મટન કાપવાના છરાના ઘા માર્યા

Spread the love

સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના કોઈ સાથે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પિતાએ દીકરીને 17 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી.

માતાને બચાવવા સંતાનો પહોંચતા હુમલો કર્યો
કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉ.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો .આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જોકે પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો.

દીકરીને મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા
રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર ઉપરા ઉપરી મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા.

દીકરીનાં ચહેરાના બે ભાગ થઈ ગયા
માત્ર સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા એટલા ક્રૂર થઈ ગયા હતા કે મટન કાપવાના છરાથી દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. જેમાં દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા. દીકરી નો ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને બીજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દીકરીની હત્યા કરનાર પિતાને ઝડપી પાડયો
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને હત્યા કરનાર પિતા રામાનુજને ઝડપી પડ્યો હતો. ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.


Spread the love

Related posts

સિસોદિયાને યાદ કરીને કેજરીવાલ રડ્યા:મનીષજી ખૂબ જ જલદી જેલની બહાર આવશે, સત્ય ક્યારેય હાર માનશે નહીં

Team News Updates

હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડ:અમદાવાદની ભાગોળથી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં 2 લાખમાં સોદો કર્યો, સોંપે એ પહેલાં પોલીસે એક પરિવારની ધરપકડ કરી

Team News Updates

‘ધ કેરલા સ્ટોરી’ કોઈ રાજ્યની સ્ટોરી નથી… કર્ણાટક ચૂંટણી પ્રચારમાં બોલ્યા PM મોદી,

Team News Updates