News Updates
RAJKOT

રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું

Spread the love

રાજકોટ – જામનગર હાઈ વે પર પડધરી ગામ નજીક ગઈકાલ રાત થી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. ATS દ્વારા આ ઓપરેશનમાં અંદાજીત 31 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. મહત્વનુ છે કે આ કાર્યવાહીમાં ત્રણ આરોપીની ATS દ્વારા અટકાયત પણ કરાઈ છે.

રાજકોટમાં ગુજરાત એટીએસએ મોટું ઓપરેશન પાર પાડી કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં રાજકોટની ભાગોળેથી રૂપિયા 214 કરોડનું 31 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આટલા મોટો ડ્રગના જથ્થાની ગંધ પણ ન આવી તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂની જેમ અવારનવાર ડ્રગ્સો જથ્થો પણ ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાત ATSને ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગુજરાત ATSની ટીમે રાજકોટ ગ્રામ્યના જામનગર રોડ પરથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ કુલ 31 કિલો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા 214 કરોડ જેટલી છે.


Spread the love

Related posts

સસરા માથે જમાઈએ કાર ચડાવ્યાના CCTV:રાજકોટમાં દીકરા-દીકરીને પરત લઈ જવા જમાઈએ સાસરિયામાં આવી ધમાલ મચાવી, સસરા પર કાર ચલાવી જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Team News Updates

 નવી 100 CNG બસો મળશે, તબક્કાવાર જૂનીનાં સ્થાને નવી બસો મુકાશે,રાજકોટને આવતા મહિનાથી નવી બસો મળશે

Team News Updates

‘સની પાજી દા ઢાબા’ ફરી વિવાદમાં:રાજકોટ ફૂડ વિભાગના દરોડામાં 10 કિલો વાસી પનીર અને 7 કિલો પ્રિપેડ ફૂડ મળ્યું, ઠેર-ઠેર ગંદકીના ગંજ

Team News Updates