News Updates
BHAVNAGAR

ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

Spread the love

નાના માણસથી લઈ મોટા ઉદ્યોગપતિ સુધીના લોકો માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ કાર્યરત: મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા

ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર એટલે અમૃત આવાસોત્સવ : ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા

આવાસ યોજના થકી ઘર મેળવતા લોકોનાં ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય સરકારશ્રી કરી રહી છે: ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ૧૦૨૪ આવાસોત્સવ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રુ ૨૪૫૨ કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત ૧૦૨૪ આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે ૫૨.૫૭ કરોડ નાં ખર્ચે તૈયાર થયેલ આવાસ યોજના દ્વારા તૈયાર થયેલ આવાસ મધ્યમ વર્ગનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. છેવાડાના માણસ થી લઈ મોટા ઉદ્યોગપતિ સુધીના તમામ લોકો માટે સરકારશ્રી દ્વારા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા એ જણાવ્યું હતું કે,ઘર નાં ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર એટલે અમૃત આવાસોત્સવ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી આ યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર ગુજરાતને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા માટે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી આવાસો ઉપલબ્ધ કરાવાય છે. આ આવાસોમાં પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આ તકે તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું કે, અમૃત આવાસ યોજનાનો પ્રસંગ એટલે ઘર ના ઘર નું સ્વપ્ન. જેને પૂરું કરવા જિંદગી ભર ની કમાઈ ખર્ચાઈ જાય છે. તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અનેક આવાસ યોજનાઓ થકી લાખો લોકોને ઘરના ઘર મળે તે માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ છે. તમામ લોકોને પોતાના ઘર નું ઘર મળે તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે.

આ આવાસોત્સવનાં પ્રસંગે સંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા હતા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ચાવીઓ સોંપવામાં આવી હતી.

આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ મંત્રીશ્રી આર.સી.મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, કલેકટરશ્રી આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા, રીજ્યોનલ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પી. જે. ભગદેવ સહિત વિસ્તારનાં કોર્પોરેટરશ્રીઓ સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

Bhavnagar:દારૂની હેરાફેરી પાન મસાલાના થેલામાં;ઈંગ્લીશ દારૂની 600 બોટલ સાથે ઝડપાયા,ભાવનગરના આડોડિયાવાસની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો 

Team News Updates

 Bhavnagar:આખલે શિંગડે ભરવ્યા ભાવનગરમાં સ્કૂટર લઇને જતાં પૂર્વ મેયરને,ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Team News Updates

શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞઃ 58મા જન્મદિવસે દેશભરમાં 58થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Team News Updates