News Updates
NATIONAL

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ:ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ બહુમતને પાર, કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની કનકપુરાથી જીત

Spread the love

કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસે પ્રથમ 30 મિનિટના ટ્રેન્ડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો. જ્યારે ભાજપ બીજા નંબરે અને જેડીએસ ત્રીજા નંબરે છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ 119 સીટ પર અને ભાજપ 72 સીટ પર આગળ દેખાઈ રહી છે. જેડીએસ 25 સીટો પર અને અન્યને 8 સીટ મળતી દેખાઈ રહી છે.

ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 121, ભાજપ 69 જેડીએસ 26 અને અન્ય 8 સીટ પર આગળ છે. કોંગ્રેસને 43.2%, BJPને 36% અને JDSને 13% વોટ મળતા જોવા મળી રહ્યા છે.

ભાજપના આઠ મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે
કર્ણાટકના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું અંતર વધી ગયું છે. ભાજપના આઠ મંત્રીઓ હાલમાં પોતપોતાની સીટ પર પાછળ ચાલી રહ્યા છે. બી શ્રીરામુલુ (બેલ્લારી ગ્રામીણ), જેસી મધુસ્વામી (ચિકનાયકનાહલ્લી), મુરુગેશ નિરાની (બિલગી), બીસી નાગેશ (ત્રિપતુર), ગોવિંદ કરજોલ (મુધોલ), વી સોમના (વરુણા અને ચામરાજનગર), કે સુધાકર (ચિક્કબલ્લાપુર) અને શશિકલ્લા જોલે (નિપ્પાની) પોતપોતાની સીટ પર પાછળ છે.

કાર્ટૂનિસ્ટ મન્સૂર નકવીની નજરે કર્ણાટકનું પરિણામ…

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામોનાં અપડેટ…

  • કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની કનકપુરાથી જીત.
  • કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે મારા પિતાને મુખ્યમંત્રી બનવું જોઈએ.
  • કોંગ્રેસે તમામ ધારાસભ્યોને બેંગલુરુ બોલાવ્યા છે. આવતીકાલે 12 વાગે ધારાસભ્ય દળની બેઠક મળશે.
  • શરૂઆતની 30 મિનિટના ટ્રેન્ડમાં કોંગ્રેસ બહુમતને પાર પહોંચી હતી.
  • શરૂઆતના ટ્રેન્ડમાં પહેલીવાર કોંગ્રેસ આગળ વધી રહી છે. કોંગ્રેસ 128 સીટ પર આગળ છે. ભાજપ 77 બેઠક પર આગળ છે.
  • ચૂંટણીપંચના ટ્રેન્ડમાં કોંગ્રેસ 110બેઠક પર આગળ છે.
  • વરુણા સીટ પરથી સિદ્ધારમૈયા આગળ ચાલી રહ્યા છે.
  • કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ચિત્તાપુર બેઠક પરથી આગળ છે.
  • કર્ણાટકમાં મતગણતરી વચ્ચે પ્રિયંકા ગાંધી શિમલામાં મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા.
  • કુમારસ્વામી રામનગરની ચન્નાપટના વિધાનસભા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
  • દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી.
  • કોંગ્રેસના નેતા જગદીશ શેટ્ટર હુબલી ધારવાડ સેન્ટ્રલ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.
  • જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે બે-ત્રણ કલાક રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે એવા અહેવાલોને નકારી કાઢ્યા કે ભાજપ અને કોંગ્રેસ બંને જેડીએસનો સંપર્ક કર્યો છે.
  • ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. 65 બેઠકના પ્રારંભિક ટ્રેન્ડમાં કોંગ્રેસ 30 અને ભાજપ 25 પર આગળ છે.
  • જેડીએસ 6 સીટ પર અને અન્ય 4 સીટ પર આગળ છે.

દિલ્હી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી

10માંથી 5 એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભા
એક્ઝિટ પોલ અને વોટિંગ પેટર્નથી એ સ્પષ્ટ નથી થયું કે કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની વાત કરીએ તો 10માંથી 5એ ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. ચારમાં કોંગ્રેસ અને એકમાં ભાજપને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી છે.

રેકોર્ડ વોટિંગ પછી તેની પેટર્ન પરથી પણ કંઈ સ્પષ્ટ થતું નથી. કોંગ્રેસ, ભાજપ, જેડીએસ પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. 8 ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધી, જેમાં 1962માં કોંગ્રેસ માત્ર એક જ વાર સત્તામાં આવી. એ જ સમયે પાંચ ચૂંટણીમાં મત ટકાવારી ઓછી રહી હતી, જેમાં ભાજપ એકવાર સત્તામાં પરત ફર્યો હતો.

રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી
રાજ્યમાં 38 વર્ષથી સત્તાનું પુનરાવર્તન થયું નથી. છેલ્લી વખત રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળની જનતા પાર્ટી 1985માં સત્તા પર હતી ત્યારે ચૂંટણી જીતી હતી. એ જ સમયે છેલ્લી પાંચ ચૂંટણીઓ (1999, 2004, 2008, 2013 અને 2018)માંથી એક પક્ષને માત્ર બે વાર (1999, 2013) બહુમતી મળી. 2004, 2008, 2018માં ભાજપ સૌથી મોટી પાર્ટી બની. તેમણે બહારના સમર્થનથી સરકાર બનાવી.

પ્રથમ વખત 73.19% મતદાન, છેલ્લી ચૂંટણી કરતાં 1% વધુ
10 મેના રોજ 224 બેઠક માટે 2,615 ઉમેદવાર માટે 5.13 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં 73.19% મતદાન નોંધાયું છે. 1957 પછી રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં આ સૌથી વધુ છે.

એક્ઝિટ પોલ પણ સ્પષ્ટ નથી… જાણો કોને કેટલી બેઠકો મળી

પોલ ઓફ પોલ્સ મુજબ ભાજપને 91, કોંગ્રેસને 108, જેડીએસને 22 અને અન્યને 3 સીટો મળવાની ધારણા છે.

4 સીએમ ચહેરા સહિત અનેક મોટા ચહેરાઓનું ભાવિ દાવ પર છે
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક મોટા ચહેરાઓનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર, ભાજપના બસવરાજ બોમ્માઈ મુખ્ય ચહેરા છે. જો તેમની પાર્ટી ચૂંટણી જીતે છે તો તેઓ મુખ્યમંત્રી બની શકે છે.

એ જ સમયે ભાજપ અને કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી યેદિયુરપ્પા માટે પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે. કોંગ્રેસ-અધ્યક્ષ તરીકે ખડગેની કસોટી છે. જો તેઓ કોંગ્રેસની સરકાર રચવામાં સફળ થશે તો પાર્ટીમાં તેમનું કદ વધશે. એ જ સમયે ભાજપે પીએમ મોદી પછી યેદિયુરપ્પા પર સૌથી વધુ વિશ્વાસ કર્યો છે.

2018માં બીજેપી પાસે બહુમતી નહોતી… છતાં સરકાર બનાવી

2018માં ભાજપને 104, કોંગ્રેસને 78 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી મળી નથી. ભાજપના યેદિયુરપ્પાએ 17 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ 23 મેના રોજ ગૃહમાં તેમની બહુમતી સાબિત ન કરી શકવાને કારણે રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની.

14 મહિના બાદ કર્ણાટકના રાજકારણમાં ફરી વળાંક આવ્યો છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યોના બળવા બાદ કુમારસ્વામીને ખુરસી છોડવી પડી હતી. યેદિયુરપ્પાએ આ બળવાખોરોને ભાજપમાં ભેળવી દીધા અને 26 જુલાઈ 2019ના રોજ, 119 ધારાસભ્યોના સમર્થન સાથે તેઓ ફરીથી મુખ્ય પ્રધાન બન્યા, પરંતુ બે વર્ષ પછી રાજીનામું આપી દીધું. ભાજપે બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા.


Spread the love

Related posts

વિદ્યુત જામવાલે ગોલ્ડન ટેમ્પલમાં વાસણો સાફ કર્યાં

Team News Updates

આ દિવસથી ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો તારીખ અને સમય

Team News Updates

મેઘ મહેર:પોશીનામાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ, વિજયનગરમાં વરસાદી ઝાપટું પડ્યું

Team News Updates